બોલીવુડના મશહર ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીએ સંબંધની એ રાજકોટના અનિલભાઈ જેઠાણી પાસેથી ઉછીની રકમ લીધેલી રકમ ચુકવવા આપેલા રૂપિયા ૧૭.૫ લાખ અને રૂપિયા પાંચ લાખના બે ચેક થવાના કેસમાં રાજકોટ ટ્રાયલ અદાલતે આપેલા એક વર્ષની કેદ અને વળતરના હુકમ સામેની અપીલમાં સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીને સજા અને વળતર ચૂકવવાનો ચુકાદો કાયમ રાખ્યો છે.
આ કેસની હકીકત મુજબ સિનેમા કંપનીવાળા રાજકુમાર સંતોષીએ અનિલભાઈ ધનરાજભાઈ જેઠાણી પાસેથી સંબંધની એ મેળવેલ રકમ તેના વળતર સાથે ચુકવી આપવા માટેનું નકકી થયેલ. તેની સામે રાજકુમાર સંતોષીએ અનિલભાઈ ધનરાજભાઈ જેઠાણીને ૧૭.૫૦ લાખ તથા ૫ લાખ પુરાના જુદાજુદા ચેકો આપેલ અને તે ચેકો બેંકમાં રજું કર્યેથી પાસ થઈ જશે તેવું વચન અને વિશ્વાસ આપેલ હતો. પરંતુ સદરહુ ચેકો બેંકમાં પાસ થવા માટે રજુ કરાતા સદરહુ ચેકો પુરતું ભંડોળ ન હોવાના કારણસર સ્વિકારાયા વગરના પરત ફરેલ હતા. તેથી રાજકુમાર સંતોષી સામે જુદીજુદી બે ફરિયાદો કરવામાં આવેલ હતી. બંને ફરિયાદમાં પુરાવાના અંતે રાજકોટના એડિશનલ ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટે તહોમતદાર રાજકુમાર સંતોષીને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ–૧૩૮ના ગુન્હા અંગે તકસીરવાર ઠરાવી બંને કેસમાં એક – એક વર્ષની સજા તથા ચેકની રકમનું વળતર ચુકવી આપવા માટેનો હુકમ કરેલ હતો. તે હુકમની સામે રાજકુમાર સંતોષીએ રાજકોટના સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
બંને સજા સામેની અપીલમાં તહોમતદાર રાજકુમાર સંતોષી તરફથી જુદાજુદા બચાવો લેવામાં આવેલ, જેવા કે તહોમતદારે ફરીયાદીને રકમ ચુકવવાની રહેતી નથી, પરંતુ કોરા ચેકોનો દુરઉપયોગ કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. તહોમતદારે ફરીયાદીને પિયા સાઈઠ લાખ પુરા વળતર સહિતની રકમ ચુકવી આપવા માટેનું ફરીયાદી અને તહોમતદાર વચ્ચે નકકી થયેલ. તે પૈકી રાજકુમાર સંતોષીએ રૂપિયા ૩૭.૫૦ લાખ અનિલભાઈ ધનરાજભાઈ જેઠાણીને ચુકવી આપેલ હતા. જેની સામે ફરીયાદી તરફથી મુખ્ય દલીલ એવી કરવામાં આવેલ હતી કે રાજકુમાર સંતોષી ભણેલ ગણેલ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે વર્ષેાથી સંકળાયેલ હોવાથી રકમ માંગતા હોય તેનાથી વધારે રકમ ચુકવે તે માની શકાય નહી. તેટલું જ નહી પરંતુ રાજકુમાર સંતોષીએ આપેલ અગાઉના ચેકો સમયાંતરે બદલાવી આપવામાં આવેલ, તેટલું જ નહી પરંતુ બે ચેકોની તારીખ પુરી થઈ ગયેલ હતી. તેથી બેંકે તે ચેકો પાસ કરેલ ન હતા. તેથી રાજકુમાર સંતોષીએ આપેલ કોરા ચેકોનો દુરઉપયોગ થયેલ હોવાનું કોઈપણ સંજોગોમાં માની શકાય નહીં. ફરિયાદીના વકીલની તર્કબધ્ધ દલીલો, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઇ અને બંને પક્ષકારોની દલીલ સાંભળીને રાજકોટના એડિશનલ સેશન્સ જજ એસ.સી. મકવાણાએ તહોમતદાર રાજકુમાર સંતોષીની બંને અપીલો રદ કરી નીચેની કોર્ટે કરેલ સજા તથા વળતર ચુકવવાનો હત્પકમ માન્ય રાખેલ છે. આ કેસમાં ફરીયાદી અનિલ ધનરાજભાઈ જેઠાણી વતી એડવોકેટ પ્રવિણ એચ. કોટેચા, પૂર્વેશ પી.કોટેચા, રવિ એચ.સેજપાલ,નિલય એન. પાઠક, હરેશ ડી. મકવાણા, દિવ્યેશ એ. ડકીયા, રજનીક એમ. કુકડીયા, અજયસિંહ એલ. ચુડાસમા, ચિંતન ભલાણી, વૈભવ મહેતા, મોહિત સોનછત્રા રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech