રાજકોટ મહાનગરપાલિકામાંથી તાજેતરમાં 31 જુલાઈના રોજ સ્વૈચ્છિક રાજીનામું આપીને નિવૃત થયેલા સિટી એન્જિનિયર અલ્પ્ના મિત્રાના ઘરેથી ગત સાંજે મહાનગરપાલિકાની ફાઈલો, રજિસ્ટર અને મેજરમેન્ટ બુક સહિતનું સાહિત્ય મળી આવતા તેમજ મહાનગરપાલિકાના નવ જેટલા ડે.ઈજનેરો, આસી. ઈજનેરો તેમજ વર્ક આસીસ્ટન્ટ વગેરે ઈજનેરી સ્ટાફ પણ ત્યાં આગળ હાજર હોય તેઓ કઈ ઘટનાને અંજામ આપવા માગતા હતા? તે દિશામાં તપાસનો ધમધમાટ શ થયો છે. ગત સાંજે તેમના ઘરે મહાનગરપાલિકાનું ઉપરોકત મુજબનું રેકર્ડ અને ઈજનેરોની હાજરી હોવાની ચોક્કસ બાતમી મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈને મળતા તેમણે ટેક્નિકલ વિજીલન્સ સ્ટાફને અલ્પ્ના મિત્રાના ઘરે તપાસાર્થે દોડાવ્યો હતો. દરમિયાન બાતમી સાચી પડી હતી અને મળેલી બાતમી મુજબનું રેકર્ડ અને સ્ટાફ ત્યાં જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનું રોજકામ થઈ ગયું છે અને તપાસના આદેશો થયા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેઓ ત્યાં આગળ શું કરવા માટે એકત્રિત થયા હતા? તે અંગે વિશ્ર્વસનીય સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કોન્ટ્રાક્ટરો સાથેના ઓળિયા સુલટાવવા માટે ફાઈલો મંગાવી’તી તેવી પ્રાથમિક શંકા ઉપસ્થિત થઈ છે. અલ્પ્ના મિત્રાના ઘરે જે ફાઈલો મળી છે તે ફાઈલોમાં ખર્ચ મંજૂરીની સત્તા અને કોન્ટ્રાક્ટરોના બિલની ફાઈલો પણ હતી તેના અનુસંધાને પ્રથમ દર્શનીય રીતે જ આવી શંકા ઉપસ્થિત થઈ છે. પરંતુ કોઈ ફાઈલમાં તેણે સહી કરી છે કે કેમ? તેની વિગતો હજુ બહાર આવી નથી.
મહાનગરપાલિકા હોય કે અન્ય કોઈપણ સરકારી વિભાગ હોય સ્વૈચ્છિક નિવૃત કે વયનિવૃત થયેલા કોઈપણ અધિકારી, ઈજનેર કે કર્મચારી સરકારી રેકર્ડ કે અન્ય કોઈ સાહિત્ય તેમના ઘરે મંગાવી શકે નહીં કે નિવૃત થયા પૂર્વેની જૂની તારીખોમાં સહી પણ કરી શકે નહીં તે બાબત સર્વ વિદિત છે અને જો આવું થયું હોય તો તે બાબત ગુનો બને છે.મહાપાલિકાની ટેક્નિકલ વિજીલન્સના વડા અધિકારી કમ આસી. કમિશનર કાથરોટિયાએ જણાવ્યું હતું કે નિવૃત સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે ગઈકાલે બાંધકામ શાખાના આસી. મેનેજર ભુમીબેન પરમાર તેમજ દિપ્તીબેન અગરિયા સહિતના મહિલા કર્મચારીઓને તેમની સાથે મહાપાલિકાની વિજીલન્સ પોલીસ બ્રાંચના બે મહિલા કોન્સ્ટેબલને મોકલીને કમિશનરને મળેલી બાતમી-ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી અને તે તપાસમાં તેમના ઘરેથી 37 ફાઈલો, 52 રજિસ્ટર અને છ મેજરમેન્ટ બુક મળી હતી. જે ફાઈલો મળી છે તેમાં અમુક ફાઈલો ખર્ચ મંજૂરીની સત્તાને લગતી હતી તેમજ અમુક ફાઈલો કોન્ટ્રાક્ટર એજન્સીઓના બિલોને લગતી હતી. આ તમામ ફાઈલો વોટર વર્કસ બ્રાંચ અને ડ્રેનેજ બ્રાંચના અલગ અલગ કામોને લગતી છે. આ ઉપરાંત ટેક્નિકલ વિજીલન્સની ટીમ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે ત્યાં આગળ નવ ઈજનેરો ઉપસ્થિત હતા તે તમામની પણ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનું પંચ રોજકામ કરવામાં આવ્યું છે.
દરમિયાન ચચર્તિી વિગતો મુજબ અમુક કોન્ટ્રાક્ટરો કે કોન્ટ્રાક્ટર એજન્સીઓને જે-તે સમયે આપેલા વહિવટી વચન મુજબ કામગીરી થઈ હોય પરંતુ ત્યારબાદ બિલમાં સહી કરવાની બાકી રહી ગઈ હોય અથવા તો ખર્ચ મંજૂરીની ફાઈલમાં સહી કરવાની બાકી રહી ગઈ હોય તેવી પણ અમુક ફાઈલો જોવા મળી હતી તેના ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે જૂની તારીખોમાં સહી કરવાનો ઈરાદો હોય શકે. જો કે આ બાબત હજુ તપાસનો વિષય છે. આ મામલે મ્યુનિ. કમિશનરએ તપાસનો આદેશ જારી કર્યો છે અને અંદાજે 10 દિવસમાં આ અંગેનો તપાસ રિપોર્ટ આવશે ત્યારબાદ સત્ય સામે આવશે.
મિત્રાના ઘરેથી ઝડપાયેલો ઈજનેર ઉમટ લાંચ લેતાં ઝડપાયો’તો
પૂર્વ સિટી ઈજનેર અલ્પ્ના મિત્રાના ઘરેથી ગઈકાલે જે નવ ઈજનેરો મળ્યા તેમાં વોટર વર્કસ બ્રાંચના ડે. એક્ઝિક્યુટીવ ઈજનેર વ્રજેશ એચ. ઉમટ અગાઉ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વ્રજેશ એચ. ઉમટ અગાઉ રોશની શાખામાં એન્જિનિયર તરીકે કાર્યરત હતા અને તેઓ સ્ટ્રીટ લાઈટની કામગીરી સંભાળતા હતા. જે-તે સમયે સ્ટ્રીટ લાઈટ રિપેરીંગ અને મેન્ટેનન્સ માટે ઝોનવાઈઝ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હતા. આ વેળાએ તેમણે એક કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવા માટે ા.2 લાખની લાંચ માગી હતી અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે તે રકમ આપવા માટે બોલાવ્યા હતા. દરમિયાન કંટાળેલા કોન્ટ્રાક્ટરે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી અને એસીબીએ ટ્રેપ કરતા લાંચ લેતા આ ઈજનેર રંગેહાથ ઝડપાઈ ગયા હતા અને ત્યારબાદ લાંબો સમય સુધી સસ્પેન્ડ પણ રહ્યા હતા.
ગઈકાલે અલ્પ્ના મિત્રાના ઘરે જે ફાઈલો મળી છે તેમાં ખર્ચ મંજૂરી અને કોન્ટ્રાક્ટરોના બિલોની ફાઈલો પણ હોય તેમજ ઉમટ સહિતના ઈજનેરો પણ હાજર હોય તે ફાઈલોમાં શું કરવાનું હતું? તે અંગે હવે ખાતાકીય પૂછપરછ થશે.
અલ્પના યુએસએમાં સ્થાયી થવાની ફિરાકમાં?
રાજકોટ મહાનગરપાલિકાના નિવૃત સિટી એન્જિનિયર અલ્પ્ના મિત્રા યુએસએમાં પરિવાર સાથે સ્થાયી થવા ઈચ્છુક હોવાની ચચર્િ તેમણે તેમના સ્ટાફના વર્તુળો સાથે વ્યકત કરી હોવાની વિગતો બહાર આવી છે. ફરજકાળમાં હજુ બે-ત્રણ વર્ષ બાકી હોવા છતા વહેલુ રાજીનામું આપી દેતા અગાઉ અનેક વખત ચચર્મિાં આવી ચૂકેલા અલ્પ્ના મિત્રા વધુ એક વખત ચર્ચા કેન્દ્ર બન્યા હતા.
વિશેષમાં મહાપાલિકાના વિશ્ર્વસનીય સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ સિટી એન્જિનિયર અલ્પ્ના મિત્રાના સંતાનો છેલ્લ ા ઘણા સમયથી યુએસએ ખાતે શૈક્ષણિક અભ્યાસ કરી રહ્યા હતા અને અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ ત્યાં આગળ સ્થાયી થયા છે આથી અલ્પ્ના મિત્રાપણ યુએસએમાં પરિવાર સાથે સ્થાયી થવા ઈચ્છુક બન્યા હતા અને આવી ઈચ્છા તેમણે પોતાના સ્ટાફના વર્તુળો સાથેની ચચર્મિાં અનેક વખત વ્યકત કરી હતી.
અગાઉ બેંક એકાઉન્ટનો વિવાદ ત્યારબાદ તેમને સિટી એન્જિનિયર બનાવવામાં આવ્યા તે સમયનો વિવાદ અને છેલ્લ ે આવાસ યોજના કૌભાંડના વિવાદમાં તેમનું નામ ખુબ ગાજ્યું હતું જ્યારે તેમનું રાજીનામું મંજૂર થયા બાદ ગઈકાલે બહાર આવેલા ફાઈલકાંડમાં તેમનું નામ ઉછળતા હવે તેમણે કદાચ વધુ એકાદ ખાતાકીય કાર્યવાહીનો સામનો કરવાનો રહેશે.
મહત્વપૂર્ણ છે કે આવાસ કૌભાંડમાં તેમની સામે ખાતાકીય ચાર્જશીટ થયેલું છે અને તે તપાસ હજુ ગતિશીલ છે. આથી તેમનું રાજીનામું મંજૂર કરાયું છે પરંતુ તે ખાતાકીય તપાસ અંતર્ગતની જવાબદારીઓ યથાવત્ રાખીને રાજીનામું મંજૂર કરાયું છે તેમ કમિશનરે કહ્યું હતું. જો આવાસ કૌભાંડની ખાતાકીય તપાસમાં કોઈ બાબત સામે આવશે તો તેમને નિયમાનુસારની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ખાસ કરીને તેમના હક્ક હિસ્સા પણ હજુ તેમને આપવામાં આવ્યા નથી તેનું કારણ પણ ઉપરોકત ચાર્જશીટની બાબત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech