વાંકાનેર શહેર અને તાલુકાના નાગરીકો તથા ખેડૂતોને પીજીવીસીએલ તરફથી પડતી વિવિધ વિજ સમસ્યા બાબતે વાંકાનેર કોંગ્રેસની ટીમ દ્વારા પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરને લેખીતમાં તમામ સમસ્યાના તાત્કાલીક નિકાલ કરવા ઉગ્ર અને આક્રમક રજુઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
આ તકે કોંગ્રેસ દ્વારા વાંકાનેર વિસ્તારના પીજીવીસીએલ તરફથી ઢીલી પ્રિમોન્સુન કામગીરી, કર્મચારીઓની ઓછી સંખ્યા, ફોલ્ટ રીપેરીંગમાં કચાસ, મોડા કનેકશન આપવા, ખેડૂતોને વિજ જોડાણ આપવા આનાકાની, સુર્યોદય યોજના, ખેડૂતોને દિવસે વિજળી આપવી, રીપેરીંગ સ્ટાફની ઉણપ, ફરિયાદ માટે ફોન રીસીવ ન કરવા સહિતની સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, ગુલામ પરાસરા, હરદેવસિંહ જાડેજા, કરશન લુંભાણી, ઈસ્માઈલ બાદી, જશુ ગોહીલ, આબીદ ગઢવાળા, ફાક કડીવાર, ડો. રુકમુદીન માથકીયા, એહમદ માથકીયા, ગિરીરાજસિંહ ઝાલા, ઉસ્માન માથકીયા, ઉસ્માન મરડીયા, હનીફ શેરસીયા, હુસેન શેરસીયા સહિતના હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech