ગુજરાતમાં પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ ગુનેગારો બેખોફ બની ફરી રહ્યા છે. ભાવનગરમાં ધોળા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા બીજા કોઈને પણ મહિલા પોલીસના પુત્રની થઈ છે. આ બનાવથી શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. બે શખ્સોએ મહિલા એએસઆઈના પુત્રને છરીના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાખતા પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતા જ મહિલા એએસઆઈ દોડી ગયા હતા અને પુત્રના મૃતદેહ સામે હૈયાફાટ રૂદન કર્યું હતું.
મૃતક સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો
મળતી માહિતી મુજબ, શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મૂકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન બે શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે.
દીકરાની લાશ સામે માતાનું હૈયાફાટ રુદન
પુત્રની હત્યાના સમાચાર મળતાં પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમના હૈયાફાટ રુદનની વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને લઈને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે સીસીટીવીના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
બે શખ્સોએ તેને ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી
આ અંગે DySP આર.આર.સિંધાલે જણાવ્યું કે, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પંચવટી ચોક ખાતે બપોરના સમયે હત્યાનો બનાવ બન્યો છે. કેવલ આહીર તેના મિત્ર સાથે સર્વિસમાં આપેલી કાર લેવા ગયો હતો. ત્યારે બે ઇસમોએ તેને ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. પોલીસ દ્વારા મરણજનારની લાશનો કબજો લઈ લાશને પીએમ અર્થે મોકલી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ રૂટ પરના તમામ સીસીટીવી કેમેરા જોવાની કામગીરી ચાલુ છે. હત્યા કંઈ રીતે બની અને આરોપીઓ કોણ છે તેની તપાસ ચાલુ છે. મરણજનારની માતા રેખાબેન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech