કાલાવડના આંબેડકરનગરમાં રહેતા યુવાનને કાલાવડ તાલુકાના શિંશાગ ગામે રહેતા ઉપસરપંચે તમે મારી ખબર અંતર પૂછવા કેમ ન આવ્યા? કેમ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. જે બાબતે યુવાનને લાગી આવતા તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, એ.જી ચોક પાસે આંબેડકરનગર શેરી નંબર–૧ માં રહેતા ચિરાગ જયંતીભાઈ પરમાર (ઉ.વ ૧૯) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાલાવડ તાલુકાના શીંશાગ ગામે રહેતા અને અહીંના ઉપસરપચં બલભદ્રસિંહ જાડેજાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢેક મહિના પૂર્વે તે શીશાંગ ગામે મિત્ર સાથે અહીં માતાજીના મંદિરે ગયા હતા. દર્શન કર્યા બાદ પરત આવવા માટે નીકળતા કાર ખરાબ થઈ ગઈ હોય કાર અહીં જ મૂકી દીધી હતી. ત્યારબાદ યુવાન તથા અન્ય પાંચ મિત્રો કાર લેવા માટે ગયા હતા. ત્યારે ઉપસરપચં બલભદ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તમે કોને પૂછીને આ ગાડી લેવા આવ્યા છો. જે બાબતે માથાકૂટ થઈ હતી જેમાં બલભદ્રસિંહને ઈજા પહોંચી હતી. દરમિયાન ગઈકાલે સાંજના છ વાગ્યે બલભદ્રસિંહનો યુવાનને ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યા હતા કે, તમે મારી ખબર અંતર પૂછવા કેમ ન આવ્યા? તમે હલકા કહેવાય ખબર અંતર પૂછવા નથી આવ્યા જેથી મારે તમારી સાથે દુશ્મની રાખવી છે. તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહેતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે યુવાનને લાગી આવતા યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો.
બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિદ્ધ એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech