શોખ માટે ઈયરફોન, ઈયરબડ અને હેડફોનનો વધુ પડતો વપરાશ કરતા લોકો માટે ખતરાપ ચેતવણી સામે આવી છે અને જો યુવાનો આમ જ આવા ડીવાઈસનો ઉપયોગ ચાલુ રાખશે તો આગામી સમયમાં વિશ્વભરના ૧૦૦ કરોડથી વધુ યુવાનો બહેરાશ અનુભવતા હશે તેમાં કોઈ શંકા નથી. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં આવો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
આજકાલ લગભગ દરેક વ્યકિત ઈયરફોન, ઈયરબડ અને હેડફોન વાપરે છે. આ ડિવાઇસ સંગીત સાંભળવા, વિડિઓ જોવા અથવા કોલ કરવા માટે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. પરંતુ આ શોખ તમને બહેરા બનાવી શકે છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના રિપોર્ટ અનુસાર, આવનારા સમયમાં વિશ્વભરના ૧૦૦ કરોડથી વધુ યુવાનો બહેરા થઈ શકે છે. તેની પાછળનું કારણ કોઈ મહામારી નથી, પરંતુ આપણી ખોટી સાંભળવાની ટેવ છે.
હત્પની મેક હિયરિંગ સેફ ગાઇડલાઇન અનુસાર, ૧૨ થી ૩૫ વર્ષની વયના યુવાનો ૨૦૫૦ સુધીમાં બહેરા થઇ શકે છે. આનું મુખ્ય કારણ ઇયરફોન, હેડફોન અને અન્ય ઓડિયો ડિવાઇસને લાંબા સમય સુધી અને વધુ વોલ્યુમ પર ઉપયોગ કરવાનું છે.
સામાન્ય રીતે વ્યકિતગત ઓડિયો ડિવાઇસમાં વોલ્યુમ સ્તર ૭૫ ડેસિબલથી ૧૩૬ ડેસિબલ સુધી હોય છે. ડોકટરો કહે છે કે ૨૦ થી ૩૦ ડેસિબલનો અવાજ કાન માટે સલામત છે. આ લગભગ તે વોલ્યુમ છે કે જેના પર બે લોકો શાંતિથી વાતચીત કરે છે.
૭૫ ડેસિબલથી વધુના અવાજે સતત સંગીત સાંભળવાથી કાનના સંવેદનાત્મક કોષોને નુકસાન થાય છે. આ નુકસાન કાયમી હોઈ શકે છે અને તેની કોઈ સારવાર નથી. જો તમે સતત મોટા અવાજો સાંભળો છો તો પછી કાનમાં દુખાવો અથવા ઓછું સંભળાય છે તો તરત જ ડોકટરની સલાહ એવી પડે.
વધુમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં ૧૨ થી ૩૫ વર્ષની વયના લગભગ ૫૦ કરોડ લોકો વિવિધ કારણોસર બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી ૨૫ ટકા એવા છે કે જેઓ ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર ખૂબ જ મોટા અવાજે સતત સાંભળવા ટેવાયેલા છે. યારે લગભગ ૫૦ ટકા લોકો એવા છે કે જેઓ મનોરંજનના સ્થળો, કલબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ કલાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી સંગીત વગાડતા રહે છે
આ સ્થિતિ કેવી રીતે નિવારી શકાય?
૧. ઓડિયો ડિવાઇસમાં વોલ્યુમ ઓછું રાખો.
૨. લાંબા સમય સુધી આવા ડીવાઈસની મદદથી સંગીત ન સાંભળો.
૩. કાનને નિયમિત આરામ આપો.
૪. ઘોંઘાટીયા વાતાવરણમાં તમારા કાન બધં રાખો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech