રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગમાં પિતાએ દેહ છોડી દેતા પરિવારમાં આક્રદં સર્જાયો છે. યુવાન પુત્ર ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો એને પહેલો જ દિવસ થયો અને આગકાંડનો ભોગ બન્યો હતો. ૧૫ દિવસમાં એક જ ઘરમાંથી પિતા–પુત્રની અર્થી ઉઠતા પરિવાર ઉપર આભ ફાટી પડું છે.
બનાવની પ્રા વિગત મુજબ રાજકોટમાં જૂની કલેકટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા જશુભા હેમુભા જાડેજા (ઉ.વ.૬૫) નામના પ્રૌઢ ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક જશુભાને સંતાનમાં પાંચ દીકરા છે જેમાં વિશ્વરાજ (ઉ.વ.૨૩)નું ગત તા.૨૫૫ શનિવારના ટીઆરપી ગેમ ઝોનમાં અિકાંડ મોત નીપયું હતું. જે દિવસે અિકાંડ બન્યો એ દિવસ વિશ્વરાજ માટે નોકરીનો પ્રથમ જ દિવસ હતો. બપોરે એક વાગ્યે ઘરેથી નીકળી ટીઆરપી ગેમઝોનમાં નોકરી પર ગયો હતો અને સાંજે પાંચ વાગ્યે દુર્ઘટના બની હતી. પરિવારના કહેવા મુજબ વિશ્વરાજની સગાઇનું પણ મહિના પહેલા નક્કી કયુ હતું. પરંતુ કુદરતને કાંઈક અલગ જ મંજુર હોઈ તેમ અિકાંડમાં યુવાન દીકરો જીવતા ભડથું થયો હતો. જશુભાને કિડનીની પણ બીમારી હોઈ અને પુત્ર વિશ્વરાજને યાદ કરતા હતા પુત્રનો વિયોગ સહન ન થતા આઘાતમાં મુત્યુ થયું હતું. હજુ જે પુત્રની ક્રિયાની વિધિ પુરી કરી ન કરી ત્યાં પિતાના મૃત્યુથી પરિવાર શોકમાં ગરક થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech