કાશ્મીરના ગુલમર્ગમાં 8 માર્ચે યોજાયેલા એક ફેશન શોને લઈને વિવાદ સર્જાયો છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે રમઝાન મહિનામાં આ પ્રકારના ફેશન શોનું આયોજન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. ફેશન શોમાં મોડેલોએ બરફ પર રેમ્પ વોક કર્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ હોબાળો થયો હતો.
વિવાદ વધતો જોઈને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ફેશન શોની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, "આ એક ખાનગી ઘટના હતી અને સરકાર પાસેથી પરવાનગી લેવામાં આવી ન હતી. મેં જે જોયું તે કોઈપણ સમયે અને ખાસ કરીને રમઝાન મહિના દરમિયાન ગોઠવાયેલું ન હોવું જોઈએ." અધિકારીઓને તપાસ કરવા કહેવામાં આવ્યું છે અને જરૂર પડશે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.
ફેશન શોનું આયોજન ફેશન ડિઝાઇનર જોડી શિવન અને નરેશ દ્વારા કરવામાં આવ્યું હતું. વિવાદ વધતાં તેમણે માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "રમઝાનના પવિત્ર મહિનામાં ગુલમર્ગમાં અમારા શોનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. અમે બધી સંસ્કૃતિઓ અને પરંપરાઓનો આદર કરીએ છીએ."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech