ઉપલેટા પંથકમાં ૧૫ દિવસ પહેલા પડેલા વરસાદને કારણે જારો વિઘા સીમ જમીનમાં ધોવાણ અને મગફળી, કપાસ અને સોયાબિનનો પાક ૨૦થી વધુ ગામોમાં નિષ્ફળ જતાં ખેડૂતો સર્વેની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.
ચાલુ ચોમાસા દરમિયાન છેલ્લ ા ૨૦ દિવસમાં ભાદર નદી પટ્ટી અને વેણુ નદીના કાંઠા વિસ્તારોના ગામોમાં ૬ દિવસ પડેલા વરસાદને કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ જતાં કરોડો રૂપિયાની નુકસાની થવા પામી છે. ખેડૂતોની માંગણી મુજબ સરકારે સર્વેના આદેશ આપેલ પણ રેન્ડમલી સર્વેને બદલે એસડીઆરએફ મુજબ સર્વે હાથ ધરાતા ખેડતો વિફર્યા હતા અને સર્વે બધં કરાવ્યો હતો પણ અધિકારીઓના પેટનું પાણી નહીં હલતા આખરે ખેડૂતો અને ગ્રામજનો દ્રારા રેન્ડમલી સર્વે કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી આવેદન આપવા આવેલા મેરવદરના સરપચં મનસુખભાઈ કથીરીયા, લાઠના પૃથ્વીસિંહ ચુડાસમા, મજેઠીના ભિમાભાઈ ચાવડા, ભિમોરાના જગદીશભાઈ મારવાણીયા, કુંઢેચના વજાભાઈ બોરીચા, સમઢીયાળાના વિઠ્ઠલભાઈ, કાથરોટાના રામશીભાઈ વામરોટીયા, ચીખલીયાના રાજદિપસિંહ જાડેજા, ભલાખાના મુકેશભાઈ ચુડાસમા, મેખાટીંબીના રવિભાઈ વેકરીયા, ખેડૂત આગેવાનો જગાભાઈ ભરવાડ સહિત ૨૦ ગામોના સરપંચો અને સહકારી આગેવાનોએ મામલતદારને આવેદન પત્ર આપી જણાવેલ કે તાલુકાના ૨૦થી વધુ ગામોમાં સરકારન અછતગ્રસ્ત વિસ્તારોમાં નિયમ કરતા વધુ વરસાદ નોંધાયો છે ઘણા ગામોમાં ૪૦થી ૬૦ ઈંચ જેવો વરસાદ માત્ર ૧૫ દિવસમાં વરસી ગયો છે તેના આંકડા પણ ગ્રામ પંચાયતમાં નોંધાયેલા છે. આ વરસાદને કારણે મોટાભાગની જમીનમાં ભારે ધોવાણ થયું છે તેમજ પાક સંપૂર્ણ નાસ પામ્યો છે. આ તમામ ગામોની જાત મુલાકાત પણ રાયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, કલેકટર, ડીડીઓ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ લઈ જાત ચકાસણી પણ કરી ચૂકયા છે આમ છતાં પણ ખેડૂતોની કોણીયે સર્વેના ગોળ ચોપડવા એસડીઆરએફ મુજબ સર્વે કરવાનો આદેશ આપ્યો હતો જો આ સર્વે કરવામાં આવે તો તેમાં મોટાભાગના ખેડૂતો સહાયથી વંચિત રહી જાય તેમ છે. અગાઉના બે વર્ષમાં પણ આ મુજબ સર્વે થયો હતો તેની સહાય હજુ સુધી ખેડૂતોને મળી નથી તેનો રોષ આજે પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ રેન્ડમલી સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવાની છે અગાઉ પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં રેન્ડમલી સર્વે કરી સહાય ચૂકવવામાં આવી હતી
જો સરકાર ખેડૂતોને ન્યાય નહીં આપે તો આગામી સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં અસર જોવા મળશે
તાલુકાના ૫૨ ગામોમાંથી ૨૫ કરતા વધુ ગામોમાં ભારે વરસાદને કારણે નુકસાની થયેલ છે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વધુ હોય છે ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર તાલુકા–જિલ્લ ા અને સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં આની અસર પડે તેવું ખેડૂતસમાજમાંથી જોવા મળી રહ્યું છે
એસડીઆરએફ મુજબનો સર્વે ખેડૂતોની કોણીએ ગોળ સમાન
સરકાર દ્રારા એસડીઆરએફ મુજબનો સર્વે કરવામાં આવે તો તેના નિયમ મુજબ ૩૦%થી વધારે જમીનમાં નુકસાની થયેલ હોય તો જ સહાય મળે સર્વે કરવામાં ઘણા દિવસો નિકળી જાય, સહાય મળવામાં વર્ષેા લાગી જાય અગાઉના બે વર્ષમાં આવા સર્વે થયા તેની સહાય હજુ ખેડૂતોને મળી નથી.
રેન્ડમલી સર્વે શું છે
જો રેન્ડમલી સર્વે કરવામાં આવે તો ગામની તમામ દિશાની અમુક જમીનના સર્વે થાય અને ઝડપથી સર્વે પૂરો પણ થાય તેમાં નિયમ મુજબ જે જમીનમાં નુકસાની થયેલ છે તે તમામ ખેડૂતોને વળતર મળે અગાઉ આ મુજબ સર્વે થયેલો અને તેની સહાય પણ ઝડપી મળી ગયેલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech