સવા બે લાખ જેવા ખેડૂતોને ૧૦૦૦ કરોડ જેટલું વગર વ્યાજે ધિરાણ અપાશે, બેંકને ૧૦૦ કરોડનો બોજ પડશે: પત્રકાર પરિષદમાં માહિતી આપતા ચેરમેન જયેશ રાદડીયા
સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં તાજેતરમાં પડેલઅતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટ્રિ સર્જાયેલ હોય, હરહંમેશ ખેડુતોની પડખે ઉભી રહેતી રાજકોટ જીલ્લ ા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેકટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જીલ્લ ાના બેંક સાથે જોડાયેલા ખેડુતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે.
બેંકના ચેરમેન, જયેશભાઈ રાદડિયાએ રાજકોટ ડિસ્ટિ્રકટ બેંકના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જીલ્લ ાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને ા. ૧૦૦૦ કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ ૦ ટકા વ્યાજે ધિરાણ કરવાથી જીલ્લ ા સહકારી બેંકને અંદાજે ા.૧૦૦ કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે, જે બોજ જીલ્લ ા બેંક ઉઠાવશે.
રાજકોટ ડિસ્ટિ્રકટ કો–ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરત વી.એમ.સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ પુર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીગં ડિરેકટર માલ ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી રાજકોટ ડિસ્ટિ્રકટ કો–ઓપ. બેંક રાષ્ટ્ર્રીય સ્તરે ઉભરી આવેલ છે. રાજકોટ અને મોરબી જીલ્લ ામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટ્રિના કારણે ખેડુતોના તૈયાર મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખુબ જ નુકશાન થયેલ છે. જે બાબતને ધ્યાને લઈ ખેડુતોની હરહંમેશ ચિંતા કરતાં રાજકોટ ડિસ્ટિ્રકટ કો–ઓપ. બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ સભ્યઓએ નિર્ણય કરી રાજકોટ અને મોરબી જીલ્લ ાની બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક સહકારી મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડુતોને પાક નુકશાની સામે ૦% એ ા. ૫૦,૦૦૦– સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડુતોની વહારે આવેલ છે.
ખેડુતોને પુરી પાડવાની આ લોનની અંદાજીત કુલ રકમ ા.૧૦૦૦ કરોડ જેટલી થશે, જેના ઉપર થનાર ા. ૧૦૦ કરોડ જેટલું વ્યાજ બેંક વહત્પન કરશે. જેથી ખેડુતોને ા. ૧૦૦ કરોડનો ફાયદો થશે. આમ ખેડુતોની હરહંમેશ ચિંતા કરનાર વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા તેમની ટીમએ રાજકોટ તથા મોરબી જીલ્લ ાના અસરગ્રસ્ત ખેડુતોને અતિવૃષ્ટ્રિ સામે ખુબ જ સહાયપ બનેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech