પોતાની વિવિધ પેન્ડીંગ માંગણીઓ મુદે વિફરેલા ખેડૂતો તેમના પર થઇ રહેલા સીતામને અવગણીને પણ આજે કોઈ પણ સંજોગોમાં રાજધાનીને ઘેરવા મક્કમ છે અને દિલ્હીમાં ઘુસવા કુચ કરશે. બીજી તરફ કોઇ પણ સ્થિતિમાં ખેડૂતોને દિલ્હીમાં ન ઘૂસવા દેવા પ્રસાશનનો આદેશ:પોલીસકર્મીઓ ઉપરાંત રિઝર્વ ફોર્સ પણ તૈયાર છે, આજે પણ વ્યાપક ઘર્ષણની સંભાવનાઓ નકારી શકાતી નથી. એક બે દિવસમાં આંદોલનમાં વધુ કિસાન સંગઠનો પણ જોડાય એવી સંભાવના ઉભી થઇ છે.
સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા, એમએસપી પર ગેરેન્ટી, લખીમપુર ખીરી ઘટના પર કડક કાર્યવાહી કરવા જેવી ઘણી માંગોને લઈને ખેડૂતો ફરી કેન્દ્ર સરકારની સામે પડ્યા છે. કેન્દ્ર સરકાર સાથે બે વખત વાત કયર્િ બાદ સંયુક્ત કિસાન મોચર્િ અને કિસાન શ્રમિક મોચર્એિ મંગળવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. ખેડૂત સંગઠનોને પંજાબ-હરિયાણા બોર્ડર પર જ વિખેરવા માટે પોલીસે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે દિવસભર ખેડૂતો અને મીડિયા કર્મચારીઓ સહિત 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે, યુનિયનોએ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન લગભગ 100 ખેડૂતો ઘાયલ થયા હતા.
પોલીસકર્મીઓ ઉપરાંત રિઝર્વ ફોર્સ પણ તૈયાર કરવામાં આવી છે. હાલ માત્ર પોલીસ સ્ટેશનમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્પેશિયલ પોલીસ કમિશનર સરહદોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. પોલીસનો કડક આદેશ છે કે કોઈ પણ ખેડૂતને નવી દિલ્હી જિલ્લામાં પ્રવેશ કરવા દેવા નહીં.
સરહદો ઉપરાંત નવી દિલ્હી તરફ જતા માર્ગો પર 24 કલાક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વખતે ખેડૂતો સાથે કડકાઈથી વ્યવહાર કરવાના આદેશો મળ્યા છે. કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જરૂર પડ્યે લાઠીચાર્જ, અટકાયત, ટીયર ગેસના શેલ અને રબર બુલેટનો ઉપયોગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જંતર-મંતર ઉપરાંત સંસદ ભવન, ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના નિવાસસ્થાને પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.
7 જિલ્લામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ
હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખી સાત જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ અને અક સાથે ઘણા મેસેજ ફોરવર્ડની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે મંગળવારે બે દિવસ સુધી વધારીને 15 ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે અંબાલા, કુરૂક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં આ પ્રતિબંધ લાગુ રહેશે.
સરકાર રસ્તો આપશે તો હિંસક માર્ગ ટાળીશું
ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે કહ્યું હતું કે ખેડૂતોને તેમના મંતવ્યો વ્યક્ત કરવાની છૂટ આપવી જોઈએ. અમને સ્થાનિક લોકોનું ઘણું સમર્થન છે. અમારો વિરોધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. સરકાર અમને રસ્તો આપશે તો અમે હિંસક માર્ગને ટાળવાનો પ્રયાસ કરીશું. હરિયાણાના ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે. હવે એવું લાગે છે કે પંજાબ અને હરિયાણા દેશના રાજ્યો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ બની ગયા છે. મિડિયા આરોપ લગાવે છે કે અમે રસ્તાઓ બ્લોક કરીએ છીએ. પરંતુ અમે કહી રહ્યા છીએ કે અમે રસ્તા રોકીશું નહીં. સરકારે તમે જાતે જ રસ્તા રોક્યા છે. કોંક્રીટની દીવાલો ઉભી કરી. અમે દેશને આપવા માટે અનાજ ઉગાડીએ છીએ પણ આ લોકોએ અમારા માટે લોખંડના ખીલા ઉગાડ્યા છે. અમે આંદોલન માટે 40 થી 45 દિવસ અગાઉથી સમય આપ્યો હતો. તો એએસપી અંગે કંઈક કરી શકાયું હોત. સરકાર તે કરવા માંગતી નથી.
પાડોશી રાજ્યોનો કરાયો સંપર્ક
ગુરુગ્રામ, ફરીદાબાદ, મેવાત, રાજસ્થાન, નોઈડા, ફરીદાબાદ અને હરિયાણાના પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને સહયોગ માંગવામાં આવી રહ્યો છે. દરેક વાહનને ચેકિંગ કયર્િ પછી જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પોલીસે કેટલાક પોલીસ સ્ટેશનોમાં 15 થી વધુ ડિટેન્શન સેન્ટર બનાવ્યા છે. જે ખેડૂતોની અટકાયત કરવામાં આવશે તેમને ત્યાં રાખવામાં આવશે.
સિંઘુ બોર્ડર પર પાંચ સ્તરીય સુરક્ષા
સિંઘુ સરહદને સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. અહીં ખેડૂતોને રોકવા માટે પાંચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ખેડૂતોએ પહેલા ડબલ લેયર જર્સી બેરિકેડમાંથી પસાર થવું પડશે. તેની પાછળ મોટા પથ્થરો રાખવામાં આવ્યા છે. આ પછી ફરીથી જર્સી બેરિકેડ છે જેના પર કાંટાળા વાયર લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રેતી અને માટી ભરેલા ક્ધટેનર મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ સુરક્ષા સિવાય મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે. સિંઘુ બોર્ડર પર કામ કરતા લોકોએ જણાવ્યું કે આ એક ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં નાની-મોટી કંપ્નીઓ આવેલી છે જેમાં હજારો લોકો કામ કરે છે. ખેડૂતોના વિરોધને જોતા તમામ કંપ્નીઓ બંધ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech