12 વર્ષમાં 19 ફ્લોપ ફિલ્મ આપ્યા પછી પણ અભિનેતા એ સંઘર્ષ ન મુક્યો
આજે અહી એવા બોલિવૂડ એક્ટરની કારકિર્દીનો પરિચય કરાવી રહ્યા છીએ કે જે સ્ટાર કિડ હોવા છતાં તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરી શક્યો નથી.ગ્લેમરની દુનિયામાં પોતાનું નામ બનાવવું એ દરેક વ્યક્તિ માટે સરળ નથી. કારણ કે સફળતા મેળવવા માટે કલાકારોને સખત મહેનતમાંથી પસાર થવું પડે છે.આ અભિનેતા બીજું કોઈ નહીં પણ 70-80ના દાયકાના દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન છે. જેણે વર્ષ 1998માં ફિલ્મ 'પ્રેમ અગન'થી પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. પરંતુ અભિનેતાના નસીબે તેની તરફેણ ન કરી અને તેની પહેલી જ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.
પરંતુ ફરદીન ખાનનો ખરાબ સમય અહીં પૂરો નથી થતો. આ પછી અભિનેતાની ઘણી ફિલ્મો આવી, પરંતુ તે બેક ટુ બેક ફ્લોપ થતી રહી. આ રીતે અભિનેતાએ એક, બે કે ચાર નહીં પરંતુ 15 ફ્લોપ ફિલ્મો આપી.આ પછી અભિનેતાને ફિલ્મ 'હે બેબી'માં કામ કરવાની તક મળી. જે અક્ષય કુમારના કારણે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.
'હે બેબી' પછી ફરદીન ત્રણ ફિલ્મો 'ડાર્લિંગ', 'જય વીરુ' અને 'લાઇફ પાર્ટનર'માં જોવા મળ્યો હતો. પરંતુ પહેલાની જેમ આ ફિલ્મો પણ દર્શકોને વધારે પ્રભાવિત કરી શકી નથી.પછી ફિલ્મ 'દુલ્હા મિલ ગયા' પછી ફરદીન ખાન મોટા પડદા પરથી ગાયબ થઈ ગયો પરંતુ હવે એવા અહેવાલો છે કે અભિનેતા 13 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, ફરદીન ખાન આ દિવસોમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ 'ખેલ ખેલ મેં'નું શૂટિંગ કરી રહ્યો છે. આ પછી તે અક્ષયની સાથે ફિલ્મ 'હાઉસફુલ 5'માં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech