ભાયાવદરના ઇન્દ્રવિજયસિંહ અને તેના ભાઇઓને સંડોવી દેવા ખોટી ફરિયાદ: તટસ્થ તપાસની માગ

  • May 22, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બનાવની હકીકત એવી છે કે થોડાક દિવસ પહેલા આ નયનભાઈ જીવાણીના પુત્ર દ્રારા સરકારના જાહેરનામાનો ભગં કરેલ હોય તેની વાહ વાહી કરાવવા માટે તેણે સોશિયલ મીડિયામાં કોંગ્રેસને સમર્થન કરતો એક મેસેજ વાઇરલ કરેલ ત્યાર પછી ભાયાવદર શહેર ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ રાવલ દ્રારા સોશિયલ મીડિયામાં મેસેજ દ્રારા કહેલ કે સરકારની ગાઇડલાઇનનું રાષ્ટ્ર્રહીતમાં તમામ લોકો એ પાલન કરવું જોઈએ અને આવી ખોટી માનસિકતા ન રાખવી જોઈએ વગેરે જેથી આ નયનભાઈને ખોટું લાગી જતા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હાર્દિકભાઈ રાવલને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપેલ અને બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ અલગ અલગ વ્યકિતઓ પાસે ફોન કરાવીને ધમકીઓ આપેલ છતાં તેની વાતનો કોઈએ જવાબ આપેલ નહીં અને ભાયાવદર શહેર ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ રાવલ અને તેના મિત્ર વીરાભાઇ રબારી પાન મસાલા ખાવા માટે બસ સ્ટેન્ડ સામે આવેલ જી એન્ડ પાન આવેલ ત્યાં ગયેલા ત્યાં બાજુમાં આ નયનભાઈ જીવાણી બેસેલ હોય તેની પાસે વીરાભાઇ રબારી પૈસા માંગતા હોય તે બાબતની વાત કરતા આ નયનભાઈ જીવાણી હાર્દિકભાઈ રાવલને જોઈ ગયેલ અને તેને કહેલ કે તું અત્યારે મળ્યો છે તને હત્પં જાનથી મારી નાખીશ એમ કહી બેફામ ભૂંડી ગાળો આપવા લાગેલ અને થોડી જ વારમાં ત્યાં તેના લાગતા વળગતા લોકોના ટોળા મળવા લાગ્યા અને આ હાર્દિકભાઈ રાવલએ ભાયાવદર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અતુલભાઇ વાછાણીને ફોન કરી બોલાવેલ એટલે અતુલભાઇ વાછાણી ત્યાં કાર્યકર્તાઓ સાથે હાજર થયેલ અને આ બાબતે તમામને સમજાવી અને છૂટા પાડવાની કોશિશ કરેલ અને વધારે લોકો ભેગા થતાં આ નયનભાઈ જીવાણી દાપીધેલી હાલતમાં હોય જેથી હાલવાની પણ સ્થિતિ ના હોય એવામાં તે દુકાન તરફ ભાગવા જતા પડી જવાથી તેનો દાંત પડી ગયેલ અને આ પ્રકરણ પૂર્ણ થઈ ગયેલ હોય ત્યાર પછી ભાયાવદર શહેરના પૂર્વ પ્રમુખ અતુલભાઇ વાછાણી એ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાને ફોન કરેલું હોય કે હાર્દિક રાવલ ભાજપના મહામંત્રી છે તેના પર નયનભાઈએ હત્પમલો કરેલ છે તા.૧૨ના રાત્રે ૧૦–૩૦ કલાક આસપાસ ફોન આવ્યો ત્યારે ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા ઘરે નાઈટ ડ્રેસમાં હોય જેથી કપડાં બદલાવી અને તેમના ઘરેથી આ બનાવવાળી જગ્યા પર જવા નીકળેલ જે ઘર હાઉસિંગ સોસાયટી બનાવવાની જગ્યાથી એક કિલોમીટર જેવું અંતર છે અને ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા ત્યાં દસ પંદર મિનિટ બાદ પહોંચેલ તો આ પ્રકરણ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલ હોય અને ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા નયનભાઈ જીવાણીનું મોઢું પણ નથી જોયું કે એની સાથે કોઈપણ પ્રકારે વાતચીત પણ નથી થયેલી કે તેને અડેલા પણ નથી આ નયન જીવાણી ઇન્દ્રવીજયસિંહ આવેલા ત્યારે બસસ્ટેન્ડ સામે આવેલ એક દુકાનની અંદર જતા રહેલ અને દુકાનનું સટર પણ બધં કરી દીધેલ જે આપ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો અને તટસ્થ તપાસ કરી શકો છો. ભાયાવદર ગામની શાંતિ ન ડહોળાઈ તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને દરેક જ્ઞાતિના આગેવાનો ત્યાંથી જુદા પડેલા પણ આ નયનભાઈ જીવાણી જે ફકત રાજકારણ કરવા માટે બનાવની હકીકત છુપાવીને ખોટી ફરિયાદ દાખલ કરેલ છે આ નયન જીવાણી ઉપર ભૂતકાળમાં જ્ઞાતિ વિરોધી તેમજ પ્રોહિબિશન ફરજ કાવટ જેવા અનેકો ગુના દાખલ થયેલા છે આ અંગે ભાયાવદર પાટીદાર સમાજના આગેવનોએ સર્વે સમાજની શાંતી સમીતી બેઠકનું આયોજન કરેલ જેમા દરેક જ્ઞાતીના આગેવાનો અને વડીલો યુવાનો હાજર રહીને ભાયાવદરની શાંતી ન ડહોળાય તે માટે સંકલ્પ લઈને તટસ્થ તપાસ કરવા માટે ભાયાવદર શહેરના તમામ સમાજના આગેવાનો અને વડીલો, જવાનો, માતા–બહેનોની માંગણી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application