અમરેલી બાદ હવે કેશોદ શહેર ભાજપ સંગઠનનો પણ એક બનાવટી લેટર કાંડનો મુદ્દો સામે આવ્યો છે. કેશોદમાં પીજીવીસીએલના નાયબ ઇજનેરની બદલી કરવા માટે ઉર્જા મંત્રીને કેશોદ શહેર ભાજપના લેટરપેડ ઉપર ઉર્જા મંત્રીને પાઠવેલ પત્ર બનાવટી અને તેનો દુપયોગ કર્યા હોવાનું ખુલ્યું છે પરંતુ તે પત્ર કયાંથી આવ્યો અને કોણે લખ્યું તે અંગે પણ પ્રશ્નાર્થ છે. સમગ્રમામલે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતિનભાઈ સોઢાએ જણાવ્યું હતું કે કેશોદ પીજીવીસીએલના નાયબ ઈજનેર જે કે કાતરીયા ની બદલી કરવા માટે તા.૨૩ જુલાઈ ૨૦૨૪ના રોજ ઉર્જા મંત્રીને ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેરના લેટર પેડ ઉપર પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, મહામંત્રી ગૌરાંગભાઈ વ્યાસ, અને જતીનભાઈ સોઢા નામની સહી કરીને ભલામણ કરવામાં આવી હતી પત્રમાં લખવામાં આવ્યું હતું કે પીજીવીસીએલના અધિકારી છેલ્લ ા આઠ વર્ષથી કેશોદમાં ફરજ બજાવે છે અને શહેરના લોકોના પ્રશ્નો બાબતે અવારનવાર કચેરીને જાણ કરવામાં આવી રહેલ હોવા છતાં લોકોના પ્રશ્નો પ્રત્યે કાર્યવાહી કરવામાં આવતી નથી. ઈજનેર દ્રારા હિટલરશાહી કરવામાં આવી રહી છે તો તાત્કાલિક અસરથી તેની બદલી કરીને અન્ય કોઈ કર્મનિ ની નિમણૂક કરવામાં આવે તેવી ઉર્જા મંત્રીને રજૂઆત કરી હતી.
સમગ્ર મામલે કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતિનભાઈ સોઢાને આ બાબતની જાણ થતા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને લેટર પેડ મામલે જાણ કરી હતી. પરંતુ કોઈ દરકાર લીધી નથી જેથી આ પ્રકારના કોઈ પણ લેટર અમે લખેલ નથી અને અમારી સહી પણ નથી જેથી કોઈએ બનાવટી લેટર ઊભો કરીને સહી કરી છે. સમગ્ર મુદ્દે જતીનભાઇ સોઢાએ કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને તા.૭ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ પત્ર લખીને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદાર દ્રારા કોઈ પણ પ્રકારનો પત્ર લખાયેલ નથી અને પીજીવીસીએલના અધિકારીની બદલી મામલે લખાયેલપત્રમાં ભાજપના લેટર પેડનો દુપયોગ થયું હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે આ લેટર અને સહી કયાંથી આવી તે પણ તપાસનો વિષય બની જાય છે. હાલ તો સમગ્ર મામલે કેશોદ શહેરમાં મંત્રીએ બનાવટી લેટર દ્રારા પીજીવીસીએલના અધિકારીની ભલામણ કરી હોવાના પત્ર અંગે ધડાકો કરતા તપાસનો વિષય બની ગયો છે. આગામી દિવસોમાં સમગ્ર મામલે ફરિયાદ થાય તેવી પણ શકયતા સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech