ગોંડલનાં ગ્રાફિકનાં વેપારીને છેડતી અને બળાત્કાર કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચનાં એએસઆઇની ઓળખ આપી રાજકોટનાં શખ્સે ગોંડલ આવી પાંચ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. બાદમાં વધુ બે લાખની માંગ કરતા ગોંડલ આવતા વેપારીએ પોલીસને જાણ કરી હોય પોલીસે નકલી ASIને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલમાં ઝડપાયેલા નકલી એએસઆઇ સામે તાજેતરમાં રાજકોટમાં પણ ગેસ્ટહાઉસમાંથી બહાર નિકળતા કપલને ધમકાવી 31 હજારનો તોડ કર્યાની ફરિયાદ રાજકોટ એ ડિવિઝન પોલીસમાં થઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચનાં એએસઆઇ તરીકે ઓળખ આપી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં ભોજરાજપરામાં રહેતા અને જેતપુર રોડ ત્રણ ખુણીયા પાસે બંશી ગ્રાફિક નામે ઓફિસ ચલાવતા કેયુરભાઇ કમલેશભાઈ કોટડિયા ગત તા.21/12/2023નાં રોજ ઓફિસનાં કામે રાજકોટ ગયા હતા. જ્યાં ગીરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લેવાનું હોય પેમેન્ટ લઈ લીમડા ચોકથી બસસ્ટેન્ડ જવા રિક્ષામાં બેઠા હતા. આ સમયે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચનાં એએસઆઇ તરીકે આપી કેયુરભાઈ પાસે આધારકાર્ડ માંગ્યુ હતું. બાદમાં તું શું કામ કરે છે? તેવું પૂછતા કેયુરભાઈએ ગોંડલમાં ગ્રાફિકનું કામ કરું છું તેવું કહેતા પોલીસની ઓળખ આપનાર શખ્સે દુકાનનું કાર્ડ માંગતા તે આપ્યું હતું.
હું તપાસમાં ગોંડલ આવીશ
બાદમાં આધારકાર્ડ પરત કરી હું તપાસમાં ગોંડલ આવીશ તેવું કહી જતો રહ્યો હતો. કેયુરભાઈ બપોરનાં રાજકોટથી ગોંડલ પરત ફરી પોતાની ગ્રાફિકની ઓફિસે હતા ત્યારે રાજકોટ મળેલો શખ્સ ઓફિસમાં આવી પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચનાં અધિકારી મયુરસિંહ ઝાલા તરીકે આપી કેયુરભાઈને ધમકાવ્યા હતા કે, તે રાજકોટમાં એક છોકરીની છેડતી કરી છે. તારી ઉપર ફરિયાદ દાખલ થવાની છે. આથી ગભરાયેલા કેયુરભાઈએ મેં કોઈની છેડતી કરી નથી. ત્યારે આ શખ્સે ફરી ધમકાવી કહેલ કે, તારે છેડતીનાં ગુનામાં ફીટ થવું છે કે, વહીવટ કરી પતાવટ કરવી છે એવું કહી કેયુરભાઈનો મોબાઈલ લઈ લીધો હતો.
કેસ રફેદફે કરવો હોય તો પાંચ લાખ આપ
મોબાઇલમાં ગુગલ પે ચેક કરતા પંદર લાખનું બેલેન્સ હોય આ શખ્સે હું સાહેબ સાથે વાત કરી લઉ તેમ કહી ઓફિસ બહાર ગયો હતો. થોડીવારમાં પરત થઈ કેયુરભાઈને કહેલ કે, છેડતીનો કેસ રફેદફે કરવો હોય તો પાંચ લાખ આપવા પડશે. કેયુરભાઈએ આજીજી કરેલ કે, મારી પાસે આટલા પૈસા નથી. તો આ શખ્સે છેડતી અને બળાત્કારના ગુનામાં ફીટ કરી દઈશ તો દસ વર્ષ સુધી જેલમાંથી છુટીશ નહીં તેવુ કહી ધમકી આપતા ગભરાઇ ગયેલા કેયુરભાઈએ બેંકમાંથી પાંચ લાખ ઉપાડી આ શખ્સને આપતા તે પૈસા લઈ ચાલ્યો ગયો હતો.
સાહેબ પાંચ લાખમાં માનતા નથી
ગત 28 તારીખના ફરી કેયુરભાઇને વોટ્સઅપ કોલ આવ્યો હતો. જેમાં હું તારી ઓફિસ પર આવ્યો હતો તે ક્રાઈમ બ્રાન્ચનો એએસઆઇ મયુરસિંહ ઝાલા બોલું છું. સાહેબ પાંચ લાખમાં માનતા નથી. વધુ બે લાખ માંગે છે. જે તારે આપવા પડશે. હું ગોંડલ તારી ઓફિસે આવું છું એવુ કહી મયુરસિંહ થોડી કલાકમાં કેયુરભાઈની ઓફિસે આવી વધુ પૈસા માટે ધમકાવી બળાત્કારનાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા કેયુરભાઈએ પૈસાની વ્યવસ્થા કરવા દસ દિવસનો સમય માંગતા મયુરસિંહ જતો રહ્યો હતો. બાદમાં કેયુરભાઈએ તેના મિત્ર અંકીતભાઇ કોટડિયાને બનાવ અંગે જાણ કરતા તેમણે બી ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી.
રાજકોટમાં દંપતી પાસેથી 31 હજારનો તોડ કર્યો હતો
દરમિયાન આજે બપોરે મયુરસિંહ કેયુરભાઈની ઓફિસે આવતા ઓફિસ નીચેથી પોલીસે દબોચી લઈ આકરી પૂછપરછ કરતા તે મયુરસિંહ ઝાલા નહીં પણ મિહિર ભનુભાઈ કુંગશીયા (રહે.પોપટપરા, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. અસલી પોલીસને જોઈને નકલી એએસઆઇ મીહીર ભાગવા જતા અને પડી જતા પગમાં ઇજા પહોંચી હતી. પોલીસે નકલી પોલીસ મીહીર કુંગશીયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મીહીર કુંગશીયાએ થોડા સમય પહેલા રાજકોટનાં બસસ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટહાઉસમાંથી ઉતરી રહેલા યુવક-યુવતીને પોલીસનો રોફ જમાવી 31 હજારનો તોડ કર્યાની ફરિયાદ રાજકોટ એ ડિવિઝનમાં થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech