એપ.થી લોન કરાવી આપવાના બહાને અઠગં ચીટર મહાવિરસિંહે વધુ એકને શીશમાં ઉતાર્યેા

  • November 16, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એપ્લિકેશન મારફત લોન કરાવવા સહિતના બહાને અગાઉ રાજકોટ અને રાજકોટ પાસેના ગ્રામ્ય વિસ્તારોમાં છેતરપિંડીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મહાવીરસિંહ સોલકં સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાવામાં આવી છે. શહેરના દૂધસાગર રોડ પર રહેતા યુવાનને લોન કરાવી આપવાનું કહી તેના નામે એપ્લિકેશનમાં પિયા એક લાખની લોન કરાવ્યા બાદ પ્રોસેસીંગ ચાર્જની રકમ કપાય હોય તે પરત મેળવવા માટે અન્ય બેન્ક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવી પડશે તેવું જણાવી પોતાના એકાઉન્ટમાં પિયા ૯૬,૦૦૦ ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી. જે અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, દૂધસાગર રોડ પર શકિત સોસાયટી શેરી નંબર ૨ માં રહેતા આયુષ વલ્લભભાઈ દેસાણી (ઉ.વ ૩૮) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકીનું નામ આપ્યું છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે યાજ્ઞિક રોડ પર ડ્રેસવાલા દુકાનમાં નોકરી કરે છે ગત તારીખ ૧૬૧૦ ના સતં કબીર રોડ પર તેના મોટા બાપુની સીધ્ધાર્થ ટ્રેઇલર નામની દુકાન આવેલી હોય તે ત્યાં ગયો હતો. ત્યારે અહીં આરોપી મહાવીરસિંહ આવ્યો હોય અને તે કહેતો હતો કે હત્પં બજાજ ફાઇનાન્સ લોન વિભાગમાંથી આવું છું. તેવી ઓળખ આપી હતી અને હાલમાં તમને એક લાખ પિયાની લોન ૨૪ કલાકમાં કરી આપીશ અને આ લોન પૂરી થશે બાદમાં તમને મોટી રકમની લોન પણ તુરતં મળી જશે તેવી વાત કરી હતી. યુવાનને પૈસાની જરિયાત હોય જેથી તેણે આ મહાવીરસિંહ સાથે લોનની વાતચીત કરી હતી.
ત્યારબાદ આ શખસે યુવાનને તેના મોબાઇલમાં રીંગ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એપ્લિકેશનમાં જણાવ્યા મુજબની માહિતી ભરાવડાવી હતી અડધો કલાકમાં યુવાનના બેન્ક એકાઉન્ટમાં પિયા ૯૬,૪૬૦ લોન પેટે જમા થયા હતા. જેમાં બેંકના અલગ–અલગ પ્રોસેસિંગ ચાર્જ પેટે ૩૫૪૦ કટ થયા હતા. બાદમાં આ મહાવીરસિંહ સોલંકીએ કહ્યું હતું કે, લોનના ૯૬,૪૬૦ તમે થર્ડ પાર્ટીમાં જમા કરાવો પ્રોસેસિંગ ચાર્જ નહીં કપાય અને તમને પૂરેપૂરી એક લાખની રકમ મળશે. યુવાને હા કહેતા મહાવીરસિંહ પોતાની પાસે રહેલ મોબાઈલ એપ્લિકેશન મારફત સ્કેનર ઓપન કરી યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી લોન પેટે જમા થયેલ .૯૬,૦૧૦ ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યારબાદ બે ત્રણ દિવસ બાદ ફોન કરજો તેમ કહ્યું હતું.
યુવાને બાદમાં આ શખસને ફોન કરી કહ્યું હતું કે, મારા લોનના એક લાખ મારા બેંક ખાતામાં જમા કરાવી આપો. જેથી તેણે કહ્યું હતું કે હજુ ૪૮ કલાક રાહ જોવી પડશે. ત્યારબાદ આ શખસ વારંવાર ખોટા વાયદાઓ આપતો હોય અને યોગ્ય જવાબ ન આપતો હોય યુવાનને પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું માલુમ પડતાં તેણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ આ બાબતે થોરાળા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છે કે, મહાવીરસિંહ સોલંકી સામે થોડા સમય પૂર્વે જ આ પ્રકારે એપ્લિકેશન મારફત લોન કરાવી છેતરપિંડી આચરવા અંગેનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તે નાસ્તો કરતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેની સામે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application