જામનગરના વિજ તંત્ર દ્વારા સતત ત્રિજા દીવસે વધુ ૫૨.૧૫ લાખ ની વિજ ચોરી પકડાઈ: માત્ર ૩ દિવસના સમયગાળા માં જ અંદાજે પોણા બે કરોડની વીજચોરી ઝડપી લેવાઇ
જામનગર જિલ્લા તેમજ કલ્યાણપુર ઓખા પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગઈ કાલે બુધવારે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રખાઈ હતી, અને વધુ ૫૨.૧૫ લાખની વિજ ચોરી પકડી લેવાઈ છે. માત્ર ત્રણ દિવસના સમયગાળામાંજ પોણા બે કરોડથી વધુ ની વિજ ચોરી પકડી લેવાઇ છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે બુધવારે સવારે સતત ત્રિજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરાયું હતું, સાથો સાથ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને સલાયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કુલ ૩૭ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૦ નિવૃત આર્મી મેન અને ૨૭ લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ ૪૩૯ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૬૮ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૫૨.૧૫ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર ૩ દિવસ દરમિયાન પોણા બે કરોડ થી વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech