નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગર દ્વારા વક્તા તરીકે નિષ્ણાંતોની પસંદગી કરાશે

  • May 21, 2025 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગર ખાતે કેનિંગ વિભાગ દ્વારા ચાલતી ફળ અને શાકભાજી પરિરક્ષણ, અર્બન હોર્ટી અને માળી તાલીમ જેવી તાલીમોમાં વક્તા તરીકે નિષ્ણાંતો B.Sc (Agri)/ B.Sc (Horti)/Diploma (agri.)/Diploma (horti)/ ગ્રેજ્યુએટ ઈન હોમસાયન્સની ડીગ્રી ધરાવતા વ્યક્તિની પસંદગી કરવાની છે.


આ ડીગ્રી જેમની પાસે હોય અને તાલીમમાં વિષય નિષ્ણાંત તરીકે સેવા આપવા માંગતા હોય, તે વ્યક્તિઓએ બાયોડેટા અને ડિગ્રી પ્રમાણપત્રો સામેલ રાખી તા.27 મે સુધીમાં રૂબરૂ નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, ટેલીફોનીક ફોનનં. 0288-2571565 અથવા કચેરીના E-mail dydir.bag.jam@gmail.com પર સંપર્ક કરવાનો રહેશે.


તાલીમમાં સેવા આપવા બદલ સરકારના નિયમો મુજબ માનદ વેતન પણ ચુકવવામાં આવશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application