બે શખ્સો સામે નોંધાવતી ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલી ટાટા ટાઉનશીપ ખાતે રહેતા નરેશભાઈ હિંમતલાલ બાડમેરા નામના 59 વર્ષના સોની આધેડને પોતાની પુત્રીના અભ્યાસ માટે પૈસાની જરૂરત હોવાથી આરંભડા વિસ્તારમાં રહેતા જયવીરસિંહ દીપસિંહ વાઢેર અને દીપસિંહ વાઢેર પાસેથી ટુકડે ટુકડે રૂપિયા સાડા સાત લાખની રકમ ત્રણ ટકાના વ્યાજદરથી લીધી હતી. જેની સામે ફરિયાદી નરેશભાઈ સોનીએ આરોપીઓને ચેક આપ્યા હતા. આ રીતે જુલાઈ 2021 દરમિયાન વ્યાજે લીધેલી રકમનું પ્રતિમાસ રૂ. 24,000 વ્યાજ તેઓ ચૂકવતા હતા.
ફરીયાદી દ્વારા વ્યાજ પેટે આરોપીને રૂપિયા 6.80 લાખની રકમ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી તેઓ કોઈ કારણોસર વ્યાજના પૈસા આપી ન શકતા બંને આરોપીઓએ નરેશભાઈને બિભત્સ ગાળો કાઢી, ધાક ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે બી.એન.એસ. તેમજ ગુજરાત નાણા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકા નજીક ખાનગી કંપનીના યલો ઝોનમાં ડ્રોન ઉડાવતા શખ્સ સામે ફરિયાદ
દ્વારકાથી આશરે 31 કિલોમીટર દૂર આવેલી આરએસપીએલ લિમિટેડ (ઘડી કંપની)માં યલ્લો ઝોન વિસ્તારમાં કોઈ શખ્સ દ્વારા ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિના સમયે ડ્રોન ઉડાવવામાં આવ્યું હોવાનું કંપનીના સિક્યુરિટી કર્મચારીને ધ્યાન આવ્યું હતું.
આથી ઝારખંડ રાજ્યના જમશેદપુરના મૂળ વતની અને હાલ આરએસપીએલ કંપનીમાં સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના હેડ મનોહરકુમાર રઘુવંશમની જયસ્વાલ (ઉ.વ. 56) દ્વારા અજાણ્યા શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે અહીં ડ્રોન ન ઉડાવવા અંગેનું જાહેરનામું હોવા તેમજ આ સંવેદનશીલ વિસ્તારમાં વાઈટલ ઇન્સ્ટોલેશન એરીયા હોવા છતાં આરોપી દ્વારા ડ્રોન ઉડાવીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે અને માનવ જીવન જોખમાઈ શકે તેવું બેદરકારભર્યુ કૃત્ય કરીને બદઈરાદાથી ભયનો માહોલ સર્જીને ડ્રોન કેમેરા (યંત્ર) ઉડાવવાનું આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું વધુમાં જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ તેમજ ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech