પોરબંદરમાં પ્રકૃતિપ્રેમી આગેવાનની સ્મૃતિમાં યોજાયેલ ચિત્રસ્પર્ધાના ચિત્રોનું પ્રદર્શન અને પારિતોષિક એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
પોરબંદરના પ્રકૃતિપ્રેમી સ્વ. સાજણભાઇ ઓડેદરાની સ્મૃતિમાં ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના ઉપક્રમે વિશ્ર્વ ચકલી દિવસ નિમિત્તે ‘ચકલી બચાવો’ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ચિત્રોના પ્રદર્શન અને પારિતોષિક એનાયત કાર્યક્રમનું આયોજન તા. ૨૦-૩-૨૫ ગુરુવારે સાંજે ૬ વાગ્યે પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવશે.
જેમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, પોરબંદરના સ્વામી ચિરંતન આનંદજી આશીર્વાદ પાઠવશે. ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટક પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા રહેશે. મુખ્ય મહેમાનોમાં પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર (આઇ.એ.એસ.) હસમુખ જે. પ્રજાપતિ, ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર મનન એ. ચતુર્વેદી, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા, પોરબંદરની જી.એમ. ઇ.આર.એસ. મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલકુમાર ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રોજેકટ કોઓર્ડીનેટર દિનેશ પોરીયા, સમીર ઓડેદરા અને ધારા જોષી જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદરના પ્રમુખ બલરાજ પાડલિયા અને મહામંત્રી શૈલેષ પરમારે નિમંત્રણ પાઠવ્યુ છે. તેમજ સમગ્ર આયોજનમાં પોરબંદરની સ્વૈચ્છિક સંસ્થાઓ નેચર કલબ ઓફ પોરબંદર, રોટરી કલબ, ઇન્નર વ્હીલકલબ ઓફ પોરબંદર, લાયન્સ કલબ ઓફ પોરબંદર,ગ્રીન પોરબંદર, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ, મહેર આર્ટ પરિવાર, શ્રી ગજાનન એજ્યુકેશન પ્રા. લિમિટેડ, સંસ્કાર ભારતી પોરબંદર, શ્રી સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, નેક્સટ જનરેશન કલબ અને સક્ષમ પોરબંદર શાખાનો સહયોગ સાંપડયો છે તેથી આ ચિત્ર પ્રદર્શનમાં પણ સહુને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech