પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કેસમાં, સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી અને કહ્યું કે જેમણે ખોટી રીતે નોકરીઓ મેળવી છે તેમને બહાર કાઢી શકાય છે. આ નિવેદન સાથે, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં 25,753 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને ગેરકાયદેસર જાહેર કરતા કલકત્તા હાઇકોર્ટના 22 એપ્રિલ, 2024 ના નિર્ણય સામેની અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો.આ કેસ પશ્ચિમ બંગાળ એસએસસી દ્વારા 2016 માં હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ પર આધારિત છે, જેમાં 24,640 જગ્યાઓ માટે 23 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને કુલ 25,753 નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા હતા.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે કહ્યું, નિર્ણય અનામત છે. કેટલાક ઉમેદવારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયના કથિત રાજકીય પક્ષપાતનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે બેન્ચ નારાજ થઈ ગઈ. જસ્ટિસ ગંગોપાધ્યાય (જ્યારે તેઓ હાઈકોર્ટના ભાગ હતા) એ કથિત ભરતી કૌભાંડમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
દવેએ કહ્યું કે એ હકીકત છે કે ઉક્ત ન્યાયાધીશ એ કોઈ રાજકીય નિર્ણય લીધો હતો. જ્યારે મુખ્ય ન્યાયાધીશે દવેને હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સામે દલીલ કરતા રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે કહ્યું, ’આ ન્યાયતંત્ર માટે અણગમતું છે.’જસ્ટિસ ખન્નાએ કહ્યું, ’અમે રાજકીય ચચર્મિાં નહીં પણ પુરાવાઓમાં જઈ રહ્યા છીએ. ભારતમાં કાયદો એવો છે કે ગેરકાયદેસર રીતે એકત્રિત કરાયેલા પુરાવા પણ સ્વીકાર્ય છે.
મુખ્ય ન્યાયાધીશે આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને પશ્ચિમ બંગાળ સ્ટાફ સિલેક્શન કમિટીના વકીલો પાસેથી ખોટી રીતે નિમણૂક કરાયેલા વ્યક્તિઓની સંખ્યા માંગી. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી.હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં 25,753 શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂકોને રદબાતલ જાહેર કરી હતી, જેમાં કયુએમઆર શીટ્સમાં છેડછાડ અને ’રેન્ક-જમ્પિંગ’ જેવી અનિયમિતતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે 7 મેના રોજ, સર્વોચ્ચ અદાલતે રાજ્ય શાળા સેવા આયોગ દ્વારા કરવામાં આવતી નિમણૂકો પર હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ કેસમાં તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech