તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે માત્ર છૂટાછેડા માંગવાથી અથવા પતિનો સાથ છોડી દેવાથી પત્નીને ભરણપોષણના અધિકારથી વંચિત ન રાખી શકાય. જો તેણે પતિને છોડવા માટેના પર્યા કારણો આપ્યા હોય. જસ્ટિસ અમિત મહાજનની ખંડપીઠે એમ પણ કહ્યું કે પત્નીની શૈક્ષણિક લાયકાત એ આધાર હોઇ શકે નહી કે તેને ભરણપોષણથી વંચિત રાખવામાં આવે.આ નિર્ણય એવા કેસમાં આપવામાં આવ્યો હતો યાં પતિએ નવેમ્બર ૨૦૨૨માં ફેમિલી કોર્ટે આપેલા આદેશને પડકાર્યેા હતો. તે આદેશમાં ફેમિલી કોર્ટે પત્નીને માસિક ૫,૫૦૦ પિયા ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને દર બે વર્ષે ભરણપોષણની રકમમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવે.
પત્નીએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ દા પીવે છે. તેનો પતિ તેની સાથે મારપીટ કરે છે અને તેના પરિવારજનો દહેજના કારણે પરેશાન કરે છે. વધુમાં તેણીએ એવો પણ આક્ષેપ કર્યેા હતો કે તેના પતિ પર્યા સાધનસામગ્રી હોવા છતાં તેણીની સંભાળ લેવામાં અને તેણીનો ખર્ચ ઉઠાવવાનો ઇનકાર કરે છે.
પતિએ કોર્ટમાં તેની આવક ૧૩,૦૦૦ પિયા પ્રતિ મહિને હોવાનું જાહેર કયુ હતુ. યારે ફેમિલી કોર્ટે દિલ્હીના લઘુત્તમ વેતન ધોરણના આધારે તેમની આવક ૧૬,૦૦૦ પિયા પ્રતિ મહિને માની હતી. કોર્ટે પતિની અપીલ ફગાવતા કહ્યું હતું કે પત્નીની જુબાની વધુ વિશ્વસનીય અને સચોટ છે અને તેની જુબાનીમાં નાના તફાવતને કારણે તેના પર શંકા કરી શકાય નહીં. જસ્ટિસ મહાજને ભારપૂર્વક જણાવ્યું હતું કે યારે કોઈ વ્યકિત વૈવાહિક વિવાદમાં ફસાઈ જાય છે ત્યારે તેની આવક ઓછી આંકવાની વૃત્તિ હોય છે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રકારના કિસ્સાઓમાં આવકવેરા રિટર્ન પણ વાસ્તવિક આવકનું ચોક્કસ પ્રતિબિંબ હોઇ શકે નહીં.
કોર્ટે એ પણ અવલોકન કયુ કે પતિએ દાવો કર્યેા હતો કે તે તેના માતા–પિતા સાથે રહે છે, પરંતુ તેણે તેના માતાપિતાના ખર્ચના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. કોર્ટે સ્પષ્ટ્ર કયુ કે પતિ એક સક્ષમ વ્યકિત હોવાને કારણે તેની પત્નીને આર્થિક રીતે ટેકો આપવા માટે બંધાયેલો છે અને એ વાત સાબિત કરતા કોઇ પુરાવા નથી કે પત્ની પોતાનું ભરણપોષણ કરવા માટે સક્ષમ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech