ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (આઈબીબીઆઈ) એ ઘર ખરીદનારાઓને મોટી રાહત આપી છે. આઈબીબીઆઈએ નિયમોમાં ફેરફાર કર્યો છે અને કહ્યું છે કે જો બિલ્ડર નાદાર થઈ ગયો હોય અથવા તેના પ્રોજેક્ટ સામે નાદારીની કાર્યવાહી ચાલી રહી હોય તો પણ ફ્લેટ, પ્લોટ, એપાર્ટમેન્ટ કે બિલ્ડિંગનો કબજો લઈ શકાય છે. આના કારણે લોકોને મિલકતનો કબજો મેળવવામાં કોઈ વિલંબ નહીં થાય.
આઈબીબીઆઈ કહે છે કે નિયમોમાં ફેરફાર કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (સીઆઈઆરપી) દરમિયાન પ્રોજેક્ટને ચાલુ રાખવાની મંજૂરી આપશે અને ખરીદદારોને મકાનોનો કબજો આપી શકાશે. આ ફેરફાર કબજો આપવા અને લેવા સાથે સંબંધિત છે. આ નાદારીની પ્રક્રિયાને અસર કરશે નહીં. અત્યાર સુધી નાદારીની પ્રક્રિયામાં લેણદારોનો વધુ પ્રભાવ હતો પરંતુ હવે ખરીદદારોને પણ મહત્વપૂર્ણ પક્ષ ગણવામાં આવશે.
આઈબીબીઆઈએ ફેરફારો કેટલાક ફેરફાર પણ કયર્િ છે. જે આ મુજબ છે: 1. હવે ખરીદદારો માટે ફેસિલિટેટરની નિમણૂક કરવામાં આવશે. આ તેમની અને નાદારીની પ્રક્રિયા વચ્ચે વધુ સારી રીતે સંચારને સક્ષમ કરશે. ખરીદદારો જરૂરી માહિતી મેળવી શકશે અને સમય સમય પર નિર્ણય લેવામાં મદદ કરશે. 2. સરકારી એજન્સીઓ સર્કલ ઓફ ક્રેડિટર્સની બેઠકોમાં ભાગ લઈ શકશે. આ સુનિશ્ચિત કરશે કે પ્રોજેક્ટમાં નિયમોનું પાલન કરવામાં આવે છે. 3. રિઝોલ્યુશન પ્રોફેશનલને નાદારીની શરૂઆતના 60 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. પ્રોજેક્ટ અંગે કઇ મંજૂરીઓ મળી છે તે જણાવવામાં આવશે. જેનાથી પ્રોજેક્ટ સમયસર પૂરો કરી શકાશે.4. ખરીદનાર અને તેમના સંગઠનો રીઝોલ્યુશન અરજદારો તરીકે ભાગ લઈ શકશે. જો કોઈ બહારના ડેવલપરને પ્રોજેક્ટમાં રસ ન હોય તો ઘર ખરીદનારાઓ પોતે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી શકે છે.5. કોર્પોરેટ ડિફોલ્ટરની એમએસએમઈ સ્થિતિ (સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો) જાહેર કરવામાં આવશે. આ સાથે વધુ લોકો પ્રોજેક્ટમાં ભાગ લઈ શકશે. તેમને એમએમએમઈ સંબંધિત લાભો મળશે. જુલાઈ 2024માં અટકેલા એકમોની સંખ્યા વધીને 5,08,202 થઈ ગઈ.આ આંકડો 2018માં 4,65,555 હતો. 8 વર્ષમાં 44 શહેરોમાં 1981 પ્રોજેક્ટ ઠપ્પ થઇ ગયા.
મોટા શહેરોમાં પ્રોજેક્ટ બંધ થઈ ગયા
શહેર પ્રોજેકટ
બેંગલુરુ 225
મુંબઈ 234
નવી મુંબઈ 125
ગ્રે.નોઈડા 167
ગુરુગ્રામ 158
લખનૌ 48
જયપુર 37
ભીવાડી 33
ભોપાલ 27
નાગપુર 23
રાયપુર 04
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech