ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો હટાવી માલ સામાન જપ્ત કરાયા બાદ તંત્રએ આજે બીજા દિવસે પણ દબાણ હટાવ અભિયાન જારી રાખ્યું હતું. જેમાં આજે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના રબ્બર ફેક્ટરી સર્કલથી નવાપરા પોલીસ અધિક્ષકની કચેરી સુધીના રોડ પર પુન: થયેલા નાના-મોટા દબાણો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં રોડ પર અડચણ અસ્થાઈ દબાણો હરાવી લઈ માલસામાન જપ્ત કરાતા દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી. એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમ્યાન નડતરરૂપ રખાયેલા વાહનોને લોક ઠપકારી દંડ વસુલવાની કામગીરી પણ કરવામાં આવી હતી. નોંધનીય છે જ શહેરના ગીચ અને સતત ટ્રાફિક ધરાવતા નવાપરા વિસ્તારમાં જુના વાહનોની લેવેચ કરતા દુકાનદારો દ્વારા જાહેરરોડ પર વાહનો રખાતા હોવાની તેમજ આ વિસ્તારમાં આવેલા ગેરેજમાં રીપેરીંગ માટે આવેલા વાહનો પણ રોડ પર મૂકી રાખવામાં આવતા હોવાની રજુઆતના પગલે મહાપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તંત્રની કાર્યવાહી બાદ આ વિસ્તારમાં પુન: દબાણ થઈ જતાં હોવાનું સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ શું છે ભગવાન શ્રી કૃષ્ણની જાનના રથને દોડાવવાની પરંપરા
April 04, 2025 10:49 AMતરસાઈમાં શ્રમિક યુવાનનું થ્રેસર મશીનમાં આવી જતાં મૃત્યુ
April 04, 2025 10:34 AMજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech