ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10,ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણીની કામગીરીમાં ભૂલ કરનાર 4488 શિક્ષકોને કુલ રૂપિયા 64 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો હોવાનું બોર્ડના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળે છે.
બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ગુણ ચકાસણીની અને પુન:મૂલ્યાંકન જેવી કામગીરી લગભગ દોઢ થી બે મહિના સુધી ચાલતી હોય છે અને આ કામગીરી પૂરી થયા પછી સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થીને લગતી કામગીરી પૂરી થયા પછી ગુણ ચકાસણી અને પુન:મૂલ્યાંકનની આવેલી વિદ્યાર્થીઓની અરજીમાંથી કયા શિક્ષકની કેટલી ભૂલ છે તે નક્કી કરી પ્રત્યેક ભૂલ દીઠ રૂપિયા 100 નો દંડ કરવામાં આવતો હોય છે.
બોર્ડના આ સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10 માં 1654 શિક્ષકોને રૂપિયા 20 લાખનો દંડ કરાયો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 1404 શિક્ષકોને રુ. 24.31 લાખ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1430 શિક્ષકોને કુલ રૂપિયા 19.66 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
ગુણ ચકાસણી અને પુન:મૂલ્યાંકનની અરજી દરમિયાન એક વિદ્યાર્થીના કિસ્સામાં ગણિત વિષયમાં 30 જેટલા માર્કનો તફાવત આવતા બોર્ડના સત્તાવાળાઓએ આ કિસ્સામાં મોડરેટ એસેસમેન્ટ પણ હાથ ધર્યું હોવાની વાતો બહાર આવી રહી છે.
બોર્ડના સત્તાવાર સાધનો આ બાબતે કશું કહેવા તૈયાર નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ જે ભૂલ મળી છે તેમાં મોટાભાગે ગણિત વિષયના વિદ્યાર્થીઓના કિસ્સાઓ છે. ઉત્તરવહી ચકાસણીની કામગીરીમાં સમગ્ર રાજ્યમાંથી 45000 જેટલા શિક્ષકોને આ જવાબદારી સોપવામાં આવી હતી અને તેમાંથી 4488 શિક્ષકોને રુ. 64 લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech