અમેરિકાના અબજપતિ બિઝનેસમેન અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ ઈલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ પર તીખી ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈલોન મસ્કે આ બિલને વાહિયાત જણાવતા કહ્યું કે, આ બિલ ખાધને વધારશે. માફ કરજો, પરંતુ હું હવે સહન કરી શકું તેમ નથી...આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું, વાહિયાત અને શરમજનક બિલ છે. જે લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું, તેને ખુદ પર પણ શરમ આવવી જોઈએ. કારણ કે, તેઓ જાણે છે કે, તેમણે ખોટું કર્યું છે.'
2.5 ટ્રિલિયન ડૉલરના નુકસાનની ચેતવણી
મસ્કે ચેતવણી આપી કે, આ બિલ અમેરિકાની પહેલાંથી જ વિશાળ બજેટ ખાધને વધારીને 2.5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડી દેશે, જેનાથી દેશ પર અસ્થિર દેવાનો ભાર વધુ વધશે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ ઈલોન મસ્કે 'ગવર્નમેન્ટ એફિશિઅન્સી વિભાગ' (ડોજ)ના ચીફ પદથી રાજીનામું આપી દીધું હતું, જેની જવાબદારી દેશના ખર્ચને ઘટાડવાની હતી. તેમણે આ બિલથી પણ પોતાના સ્પષ્ટરૂપે અલગ કરી દીધા છે.
ટ્રમ્પનો વિચાર નહીં બદલાય
વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કેરોલીન લેવિટે ઈલોન મસ્ની ટીકાને વધુ મહત્ત્વ ન આપતા કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પહેલાંથી જ જાણતા હતા કે, મસ્ક આ બિલને લઈને શું વિચારે છે, પરંતુ ઈલોન મસ્કના આ પગલાંથી ટ્રમ્પનો વિચાર નહીં બદલાય. ટ્રમ્પ આ બિગ બ્યૂટીફુલ બિલ સાથે ઊભા છે. જણાવી દઈએ કે, આ બિલને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આર્થિક નીતિની કરોડરજ્જૂ જણાવી છે. જોકે, મસ્કે તેને અનિયંત્રિત ખર્ચનું પ્રતિક જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech