મીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃદ્ધ ઇજાગ્રસ્ત

  • May 31, 2025 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા પુંજાભાઈ કારાભાઈ ડંડેચા નામના વૃદ્ધ પોતાના જી.જે. 37 કે. 6164 નંબરના એક્ટિવા મોટરસાયકલ પર બેસીને જીઆઈડીસી હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 18 એ.ટી. 8650 નંબરના એક ટ્રક (ટાંકા) ના ચાલકે પુંજાભાઈને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જીને આરોપી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. જે અંગે મીઠાપુર પોલીસે મેઘજીભાઈ પુંજાભાઈ ડંડેચાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. 


દ્વારકામાં માછીમાર સામે કાર્યવાહી

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા કાસમ ઉમર ઢોકી નામના 42 વર્ષના માછીમાર યુવાને દરિયામાં માછીમારી કરવાનું ફિશરીઝ વિભાગ દ્વારા લેવાનું થતું ટોકન લીધા વગર તેમજ બોટના જરૂરી કાગળ સાથે રાખ્યા વગર માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application