સવાઈનગર ગામે નાનાભાઈની હત્યા કરનાર મોટોભાઈ ઝડપાયો

  • April 02, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના સવાઈનગર ગામે પિતા તેમજ નાના ભાઈ સાથે ઝઘડો કરી, વારસાઈ જમીનમાં ભાગ માંગ્યો હતો અને બંન્ને સાથે બોલાચાલી કરી આવેશમાં આવી નાનાભાઈને ધારિયાનો ઘા ઝીંકી હત્યા કરી ફરાર થતાં પોલીસે તારાપુરથી ઝડપી લીધો હતો.
ભાવનગરના  સવાઈનગરમાં રહેતા ખેડુત બટુકભાઈ તળશીભાઈ પરમાર અને તેનો પુત્ર ચંદુભાઈ બટુકભાઈ પરમાર ઘરે હતા ત્યારે બટુકભાઈનો મોટો પુત્ર મુકેશ તેના ઘરે આવી ચાલીસ વીઘા વારસાઇ જમીનમાં ભાંગ માંગ્યો હતો અને આ બંન્ને પિતા-પુત્ર સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી બાદ આરોપી મુકેશે  આવેશમાં આવી તેના જ નાનાભાઈ ચંદુભાઈને માથાના ભાગે ધારીયું ઝીંકી દેતા નાનો ભાઈ ત્યાં જ ઢળી પડયો હતો જેમાં નાનાભાઈનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને પિતાને પણ ગંભીર મારમારી ફરાર થયો હતો.  દરમ્યાન આરોપી મુકેશ  ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઇ જતાં વેળાવદર ભાલ પોલીસ તેમજ એલ.સી.બી. સહિતનો પોલીસ સ્ટાફે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આખરે બનાવના બે દિવસ બાદ ભાવનગર પોલીસે તારાપુર ચોકડી નજીકથી મુકેશ બટુકભાઇ પરમારને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application