2023ના ચોમાસાને નબળું પાડ્યા પછી, અલ નીનોની સ્થિતિ આ વર્ષે જૂન સુધીમાં વિખેરાઈ જવાની તૈયારીમાં છે, જેને કારને આ સિઝનમાં પુષ્કળ વરસાદની આશા ઊભી થઇ છે તેમ હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે. ઓછામાં ઓછી બે વૈશ્વિક આબોહવા એજન્સીઓએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે અલ નીનોનબળું પડવાનું શરૂ થયું છે અને ઓગસ્ટ સુધીમાં લા નીનાની સ્થિતિ સ્થાપિત થવાની સંભાવના છે. ભારતમાં હવામાન વિજ્ઞાનીઓ,કહે છે કે જૂન-ઓગસ્ટ સુધીમાં લા નીનાની સ્થિતિનો અર્થ એ થઈ શકે છે કે ચોમાસાનો વરસાદ ગયા વર્ષ કરતાં આ વર્ષે સારો રહેશે. જો કે, તેઓએ ’વસંત અનુમાનિતતા અવરોધ’ ને ટાંકીને સાવચેતી પણ દાખવી હતી અને હજી સચોટ આગાહી કરવી મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું. અર્થ સાયંસ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે જૂન-જુલાઈ સુધીમાં લા નીના વિકસિત થવાની સારી સંભાવના છે. જો અલ નીનો તટસ્થ સ્થિતિમાં પરિવર્તિત થાય તો પણ, આ વર્ષે ચોમાસું ગયા વર્ષ કરતાં સારું રહેશે તેમ તેમણે કહ્યું.
નૈઋત્યનું ચોમાસું ભારતના વાર્ષિક વરસાદના લગભગ 70 ટકા વરસાદ લાવે છે. જે કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. તે જીડીપીના 14 ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને તેન 1.4 બિલિયન વસ્તીમાંથી અડધાથી વધુને રોજગારી આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે એપ્રિલ-જૂન સુધીમાં અલ નીનો તટસ્થમાં સંક્રમિત થવાની 79 ટકા શક્યતા છે અને જૂન-ઓગસ્ટમાં લા નીનાના વિકાસની 55 ટકા શક્યતા છે.
યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસએ પુષ્ટિ આપી છે કે અલ નીનો નબળો પડવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડી શિવાનંદ પાઈએ જણાવ્યું હતું કે, હાલમાં, અમે નિશ્ચિતતા સાથે કંઈ કહી શકતા નથી. કેટલાક મોડલ લા નીના સૂચવે છે, જ્યારે કેટલાક તટસ્થ પરિસ્થિતિઓની આગાહી કરે છે. જો કે, તમામ મોડલ અલ નીનોનો અંત સૂચવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech