મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણનો સમય નજીક છે અને તેની સાથે જ એકનાથ શિંદેની શિવસેનાના સંભવિત મંત્રીઓની યાદી પણ ફાઈનલ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો સીએમ દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં તેમના સહયોગી એકનાથ શિંદેની પાર્ટીમાંથી 12 મંત્રીઓ હશે, જેની યાદી બહાર આવી છે. આ સંભવિત યાદી અનુસાર શિવસેનાના પાંચ જૂના ચહેરાઓને કેબિનેટમાં સામેલ થવાની તક મળી શકે છે જ્યારે 6 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે.
આ સિવાય એકનાથ શિંદેના ત્રણ જૂના મંત્રીઓને કેબિનેટમાં સ્થાન ન મળે તેવી શક્યતા છે. શિવસેનાના સંભવિત મંત્રીઓની યાદી બહાર આવી છે, જે મુજબ છે
પાંચ જૂના મંત્રીઓને ફરી તક મળી
1. ઉદય સામંત, કોંકણ
2. શંભુરાજે દેસાઈ, પશ્ચિમ મહારાષ્ટ્ર
3. ગુલાબરાવ પાટીલ, ઉત્તર મહારાષ્ટ્ર
4. દાદા ભુસે, ઉત્તર મહારાષ્ટ્ર
5. સંજય રાઠોડ, વિદર્ભ
શિવસેનાના સંભવિત મંત્રીઓની યાદીમાં 6 નવા ચહેરા
1. સંજય શિરસાટ, મરાઠવાડા
2. ભરતશેઠ ગોગાવલે, રાયગઢ
3. પ્રકાશ અબિટકર, પશ્ચિમ મહારાષ્ટ્ર
4. યોગેશ કદમ, કોંકણ
5. આશિષ જયસ્વાલ, વિદર્ભ
6. પ્રતાપ સરનાઈક, થાણે
શિવસેનાના આ નેતાઓને ફરીથી કેબિનેટમાં સ્થાન નહીં મળે
1. દીપક કેસરકર
2. તાનાજી સાવંત
3. અબ્દુલ સત્તાર
ભાજપના આ નેતાઓને શપથ માટે ફોન આવ્યો
1. નિતેશ રાણે
2. શિવેન્દ્રરાજે ભોસલે
3. ચંદ્રકાંત પાટીલ
4. પંકજ ભોયર
5. મંગલ પ્રભાત લોઢા
6. ગિરીશ મહાજન
7. જયકુમાર રાવલ
8. પંકજા મુંડે
9. રાધાકૃષ્ણ વિખે પાટીલ
NCP આ નેતાઓને ફોન આવ્યો
1. અદિતિ તટકરે
2. બાબાસાહેબ પાટીલ
3. દત્તમામા ભરને
4. હસન મુશ્રીફ
5. નરહરિ ઝિરવાલ
એકનાથ શિંદે માટે આ બે વિભાગો લગભગ નિશ્ચિત છે
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપ આ વખતે એકનાથ શિંદેની શિવસેનાને હાઉસિંગ કન્સ્ટ્રક્શન અને ટૂરિઝમ વિભાગ આપવા જઈ રહી છે. જો કે, શિવસેના ભાજપ હાઈકમાન્ડ પાસે ગૃહ વિભાગની સતત માગણી કરી રહી હતી, પરંતુ માનવામાં આવે છે કે ભાજપ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે. મહારાષ્ટ્ર સરકાર બન્યા બાદ એકનાથ શિંદે પોતાની પાર્ટી માટે ગૃહ મંત્રાલયની માગ કરી રહ્યા હતા. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે, એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા માગતા નથી. જો કે, તેમના પક્ષના નેતાઓએ તેમને સમજાવ્યા અને કહ્યું કે તેઓ ગૃહ વિભાગના પદની માગણી કરવાનું ચાલુ રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech