કિશોરીઓમાં કુપોષણ અટકાવવા, ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી અપાઇ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકામાં સ્થિત આર.એલ.છત્રોલા શિશુમંદિરની દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરીઓમાં કુપોષણ અટકાવવા માટેના પગલાં, ગુડ ટચ એન્ડ બેડ ટચ વિશેની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ૫૦ જેટલી દીકરીઓ સહભાગી બની હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, સ્ટાફ મિત્રો, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર અલ્પાબેન, અસ્મિતાબેન સાદિયા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ હાજર રહયા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech