હાડકા શરીરને ટેકો પૂરો પાડે છે, આજના સમયમાં નબળા હાડકાંની સમસ્યા ઘણી જોવા મળે છે. વાસ્તવમાં માત્ર હાડકાં જ નહીં પરંતુ આપણી જીવનશૈલી અને ખાવાની આદતો પણ શરીરને નબળા કરવા માટે જવાબદાર છે. એક એવી વાનગી જે તમારા હાડકાંને સ્ટીલ જેવા મજબૂત બનાવવામાં મદદરૂપ છે. ડ્રાય ફ્રુટ્સ લાડુ એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે. દરરોજ આનું સેવન કરવાથી શરીરને સ્વસ્થ રાખવામાં અને હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદ મળે છે. આટલું જ નહીં જે લોકો વજન વધારવા માંગે છે તેમના માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે.
ડ્રાય ફ્રુટ્સ લાડુ સામગ્રી
બદામ
કાજુ
પિસ્તા
અખરોટ
કિસમિસ
તરબૂચના બીજ
કોળાના બીજ
અંજીર
ખજુર
એલચી
ઘી
પદ્ધતિ
લાડુ બનાવવા માટે સૌપ્રથમ ડ્રાયફ્રુટ્સના નાના ટુકડા કરી લો. ત્યારબાદ ગેસ પર તવો મુકો, તેમાં ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને શેકી લો. ડ્રાય ફ્રૂટ્સને મીડીયમ ફ્લેમ પર ત્યાં સુધી શેકો જ્યાં સુધી ઘી સાથે ડ્રાય ફ્રૂટ્સની સુગંધ આવવા લાગે. પછી બીજ વગરના ખજૂર અને પલાળેલા અંજીરને મિક્સરમાં નાખીને પીસી લો. આ પછી, તેને કડાઈમાં મૂકો અને ઘી સાથે થોડીવાર પકાવો. આ પછી ડ્રાય ફ્રૂટ્સ અને આ પેસ્ટને હાથથી મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણમાં એલચી પાવડર નાખી હાથ વડે લાડુ બનાવો. જો તમારે અંજીર અને ખજૂરનો ઉપયોગ ન કરવો હોય તો તમે ગોળનો ઉપયોગ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech