નાસાના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અસામાન્ય ઘટનાઓને કારણે ચંદ્રની સપાટી સંકોચાઈ રહી છે. દક્ષિણ ધ્રુવ પ્રદેશ પર દેખરેખ રાખતા સંશોધકોએ ફોલ્ટ લાઇનની ઓળખ કરી છે, જેમાંથી ૫૦ વર્ષ પહેલાં ચદ્રં પર મોટો ભૂકપં આવ્યો હતો. ચિંતાનું કારણ એ છે કે નાસાનું ચદ્રં મિશન આર્ટેમિસ–૩ ૨૦૨૬માં આ સ્થાન પર ઉતરવાનું છે અને નાસા અહીં માનવ વસાહત સ્થાપવાની પણ યોજના બનાવી રહ્યું છે. પ્રા અહેવાલ મુજબ, કેટલાક અપોલો મિશન સાથે મોકલવામાં આવેલા સિસ્મોમીટર્સ પણ ૧૩ માર્ચ, ૧૯૭૩ના રોજ એક મજબૂત ચદ્રં ધરતીકંપથી હચમચી ગયા હતા. દાયકાઓ પછી, નાસાના એલઆરઓ પરના કેમેરાએ દક્ષિણ ધ્રુવ પર ફોલ્ટ લાઇનનું નેટવર્ક જોયું. નવા મોડલ સાથે સંશોધકોએ આને ભૂકપં સાથે પણ જોડી દીધું છે.
સંશોધન મુજબ, સામાન્ય રીતે ચંદ્રના ધરતીકપં પૃથ્વીના ધરતીકપં જેવા જ હોય છે. ચદ્રં પર ધરતીકપં અને તેના સંકોચનનું મૂળ કારણ એ છે કે હજારો વર્ષેામાં ચંદ્રનો આંતરિક ભાગ ઠંડો પડી ગયો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સંકોચન કિસમિસની જેમ સુકાઈ જવા જેવું છે. ચંદ્રના સંકોચનનું એક કારણ એ છે કે ચંદ્રની સપાટી પૃથ્વી કરતાં ઓછી કસાયેલી છે; તેમાં ઘણીવાર છૂટક કણોનો સમાવેશ થાય છે, જે આંતરિક હિલચાલને કારણે સરળતાથી ઉપર તરફ જાય છે. આ જ કારણ છે કે ધરતીકપં કરતાં ચદ્રં પર ભૂકંપને કારણે ભૂસ્ખલનનું જોખમ વધારે છે.
આ સંશોધન ચંદ્રના દક્ષિણ ધ્રુવના સ્થાનને લઈને પ્રકાશમાં આવ્યું છે, જે નાસાના આર્ટેમિસ મિશન માટે સંભવિત ઉતરાણ સ્થળ છે. જેમ જેમ મિશનની પ્રક્ષેપણ તારીખ નજીક આવી રહી છે, નાસા મિશનને શકય તેટલું સુરક્ષિત રાખવા માટે લેન્ડિંગ સાઇટસનો અભ્યાસ કરી રહ્યું છે. સંશોધક નિકોલસ શ્મેરે કહ્યું છે કે અમે ચદ્રં પર માનવ વસાહતની તૈયારી કરી રહ્યા છીએ. આ માટે, આવા એન્જિનિયરિંગ સ્ટ્રકચર્સ બનાવવાની જર છે, જે ચંદ્રની ધરતીકંપની પ્રવૃત્તિને વધુ સારી રીતે ટકી શકે અને જોખમી વિસ્તારોમાં લોકોની સુરક્ષા કરી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech