તાઈવાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૧ની તીવ્રતા માપવામાં આવી છે. આ મહિનામાં તાઈવાનમાં આ બીજો મોટો ભૂકપં છે. આ પહેલા મહિનાની શઆતમાં અહીં ૭.૧ની તીવ્રતાનો ભૂકપં આવ્યો હતો, જેમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર દેશના પૂર્વ ભાગમાં હતું. આ ભૂકપં આજે વહેલી સવારે હોલિનને હચમચાવી ગયો હતો. તાઈવાનની રાજધાની તાઈપેઈમાં પણ ઈમારતો ધ્રૂજતી જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૨૪.૯ કિલોમીટર ઐંડે હતું. હાલમાં કોઈ જાન–માલના નુકસાનના સમાચાર નથી.
શા માટે તાઇવાનમાં વધુ ભૂકપં આવે છે?
પૃથ્વીની અંદર અનેક પ્રકારના સ્તરો છે અને તેમની નીચે પ્લેટો છે, યારે તે એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકપં આવે છે. તાઇવાન બે પ્લેટની વચ્ચે સ્થિત છે. આવી સ્થિતિમાં, યારે પણ તે બે પ્લેટો ટકરાય છે, ત્યારે તાઈવાનમાં ભૂકપં આવે છે. ૧૯૯૯માં અહીં આવેલા ભૂકંપના કારણે ૨૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જયારે ૨૦૧૬ માં પણ ભૂકંપના કારણે ૧૦૦ લોકોના મોત થયા હતા
એક મહિનામાં ૧૦૦૦થી વધુ આંચકા
તાઈવાનમાં એક મહિનામાં ૧૦૦૦થી વધુ આંચકા અનુભવાયા છે. આ મહિનાની શઆતમાં અહીં ૭.૧ની તીવ્રતાનો જોરદાર ભૂકપં આવ્યો હતો, જેમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારથી, તાઇવાનની જમીન સતત ધ્રૂજી રહી છે. શનિવારે પણ અહીં ૩૦ મિનિટના અંતરાલમાં બે આંચકા અનુભવાયા હતા. આમાંથી એકની તીવ્રતા ૬.૧ અને બીજાની તીવ્રતા ૫.૮ હતી. બંને ધરતીકંપનું કેન્દ્રબિંદુ લગભગ સમાન હતું, પરંતુ બીજા ભૂકંપના કેન્દ્રની ઐંડાઈ પૃથ્વીની સપાટીની અંદર ૧૮.૯ કિલોમીટરની અંદર હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech