જાણવા મળતી વિગતો મુજબ, તાજેતરમાં શહેરમાં ચિલઝડપના બનાવો વધી રહ્યા હોય દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાની સૂચના હેઠળ એલસીબી ઝોન-૨ ના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી.ગોહિલની રાહબરીમાં ટીમ તપાસમાં લાગી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી હતી.દરમિયાન મળેલી હકિકતના આધારે શીતલપાર્ક મેઇન રોડ પર જુના એરપોર્ટની દિવાલ પાસેથી ચિલઝડપના આ બનાવમાં બે આરોપીઓને ઝડપી લીધા હતાં.
પોલીસે પકડી પાડેલા આરોપીઓના નામ સદામ ઉર્ફે મછો યાસીનભાઇ કુરેશી(ઉ.વ ૨૬ રહે. ભગવતીપરા મેઇન રોડ,જયપ્રકાશનનગર સૈફીપાર્ક) અને વિક્રમ લાલજીભાઇ માનસુરીયા(ઉ.વ ૫૨ રહે. પાંજરાપોળ શ્રીરાધેશ્યામ ડેરી ફાર્મ સામેની શેરી) હોવાનું માલુમ પડયું હતું. આ ગુનામા અન્ય એક સગીરની પણ સંડોવણી હોય પોલીસે તેને હસ્તગત કરી લીધો હતો. પોલીસે આરોપીઓ પાસેથી સોનના બે ચેઇન, સોનાની માળા અને સોનાનો ઢાળીયો તથા બાઇક સહિત રૂ. ૪.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા એસીપી રાધિકા ભારાઇએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપીઓએ એકાદ માસ દરમિયાન ચિલઝડપના ચાર બનાવને અંજામ આપ્યો છે.જેમાં શીતલ પાર્ક ટોઇંગ સ્ટેશન પાસેથી પ્રવીણાબેન હરદાનભાઇ સોઢાતર(ઉ.વ ૬૦) ને મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે લાભુબેન મનુભાઇ કોરીંગા(ઉ.વ ૭૬), સોરઠીયાવાડી સર્કલ પાસેથી હિરબા બળદેવસિંહ પરમાર(ઉ.વ ૪૨) અને સોખડા ગામમાં દયાબેન રમેશભાઇ સોલંકી(ઉ.વ ૬૦) ના ગળામાં ઝોંટ મારી ચિલઝડપ કરી હતી. જે અંગે ગાંધીગ્રામ, માલવીયાનગર,ભકિતનગર અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.
વધુમાં જણાવ્યું હતું કે,આરોપીઓ પૈકી સદામ ઉર્ફે મછો મુખ્ય સૂત્રધાર છે. પાંજરાપોળ પાસે તેની બેઠક હોય અન્ય આરોપી તેના મિત્ર હોય તેને વાપરવા માટે પૈસા આપવાની લાલચ આપી સાથે રાખી ચિલઝડપના બનાવને અંજામ આપતો હતો.આરોપીઓ એકલા જતા મહિલા અને વૃધ્ધાને જ નિશાન બનાવતા હતાં. આરોપીઓ અન્ય કોઇ ચિલઝડપના બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં એલસીબી ઝોન-૨ ના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી.ગોહિલ, તથા એએસઆઇ રાજેશભાઇ મિયાત્રા, હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાઘીયા, શકિતસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ રાણા સાથે રહ્યા હતાં.
સદામ સામે દુષ્કર્મ સહિતના ત્રણ ગુના
મહિલા અને વૃધ્ધાના ગળામાં ઝોંટ મારી ચિલઝડપ કરનાર સગીર સહિત ત્રણને એલસીબી ઝોન-૨ ની ટીમે ઝડપી લીધા હતાં.જેમાં મુખ્ય સૂત્રધાર સદામ ઉર્ફે મછો હોવાનું સામે આવ્યું હતું. સદામ સામે વર્ષ ૨૦૨૨ માં ગાંધીગ્રામ પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોકસોનો ગુનો નોંધાયો હતો.આ સિવાય તેની સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અને થોરાળા પોલીસ મથકમાં જાહેરનામા ભંગના ગુના નોંધાઇ ચૂકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech