ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પેમેન્ટ વધારવા સહિતના ઉમદા આશય સાથે તાજેતરમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે સૌરાષ્ટ્ર- કચ્છના ઝોનના તમામ ૫૧ માર્કેટ યાર્ડના સેક્રેટરીઓ સહિતના કર્મચારીઓને ઇ-માર્કેટ પ્લેટફોર્મની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
વિશેષમાં આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં ઇ-માર્કેટ પ્લેટફોર્મ બાબતે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની બજાર સમિતિઓ માટેની તાલીમ કેમ્પનું આયોજન પ્રતિક ઉપાધ્યાય, નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જોઇન્ટ રજિસ્ટ્રાર ટી.સી.તિરથાણી, રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર બિમલકુમાર પટેલ, સૌરાષ્ટ્ર કચ્છના તમામ માર્કેટ યાર્ડના સેક્રેટરીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ ઉપસ્થિત તમામ મહેમાનોને આવકાર્યા હતા.
ઇ-નામ પોર્ટલ ઓનલાઇન ઓક્શન,ડિજિટલ પેમેન્ટ
કૃષિ અને સહકાર વિભાગ દ્વારા થોડા વર્ષ પૂર્વે ઇ-નામ પોર્ટલ લોન્ચ કરાયું હતું જેમાં ખેડૂતો ઓનલાઇન ઓક્શનમાં પોતાની જણસીઓ હરાજીમાં મૂકી શકે અને ડિજિટલી પેમેન્ટ મેળવી શકે છે. અલબત્ત આ પોર્ટલને હજુ જેવી મળવી જોઇએ તેવી સફળતા મળી નથી કારણકે તમામ ખેડૂતો ટેકનોલોજીથી વાકેફ નથી અને ટેક્નોસેવી છે તેવા ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક અને કવરેજ સહિતની વ્યાપક સમસ્યાઓ રહે છે. આવા અનેક કારણોથી પોર્ટલ જોઈએ તેટલું સફળ થયું નથી. આથી ખેડૂતો આ પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય તેવા હેતુથી આવા સેમિનાર યોજવામાં આવી રહ્યા છે.
બેનંબરી વ્યવહારો બંધ થાય, ખેડૂતો છેતરાતાં અટકે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં સોદો થતાની સાથે ખેડૂતોને તુરંત જ રોકડ પેમેન્ટ મળતું હોય આવા કારણોસર જ ખેડૂતોને યાર્ડનું આકર્ષણ રહે છે, અનેક કિસ્સામાં એવું બનતું હોય છે કે યાર્ડમાં માલ વેંચાણ કરનાર ખેડૂતો સાથે વેપારી કે કમિશન એજન્ટ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે. આવી પ્રવૃત્તિ બંધ થાય અને ખેડૂતોને તેની જણસીઓની પુરી કિંમત મળે તેમજ બેનંબરી વ્યવહારો બંધ થાય તેવો પોર્ટલનો હેતુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવતાં શ્રદ્ધાળુઓ માટે સેવા-સુરક્ષામાં તૈનાત દ્વારકા જિલ્લા પોલીસ
March 15, 2025 10:40 AMસુનિતા વિલિયમ્સની પૃથ્વી પર આવવાની આશા જીવંત થઈ, નાસાનું ક્રૂ-૧૦ મિશન લોન્ચ કર્યું
March 15, 2025 10:40 AMટ્રેન હાઇજેકમાં 214 બંધકના મોતનો બીએલએનો દાવો
March 15, 2025 10:36 AMકેરળમાં મોંઘવારી ચરમસીમાએ, તેલંગાણામાં ફુગાવો સૌથી ઓછો
March 15, 2025 10:34 AM13 નવેમ્બર 2026 હશે દુનિયાનો છેલ્લો દિવસ
March 15, 2025 10:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech