કાનપુરના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીના જાજમાઉના ઘરે ઈડીએ દરોડા પાડા છે. હાલમાં ધારાસભ્ય ઈરફાન સોલંકી છેલ્લા એક વર્ષથી મહારાજગજં જેલમાં બધં છે. તેમની સામે પીએમએલએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ સોલંકીના ભાઈ અરશદના ઘર પર પણ દરોડા પાડા છે. ઇડી અરશદની પણ પૂછપરછ કરી રહી છે.
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકી પર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્રારા દરોડા પાડવામાં આવ્યા છે. ઈડીની ટીમ તેમના જાજમાઉ સ્થિત આવાસ પર પહોંચી અને સીસીટીવી લાઇન કાપી નાખી. ઈરફાન સોલંકી ફરી એકવાર સમાચારમાં છે. મહિલાની મિલકતમાં આગ લગાવવાના કેસમાં તે ગયા વર્ષથી જેલમાં છે. યુપીની ચૂંટણી ૨૦૨૨માં જીત બાદ ઈરફાનની મુશ્કેલી વધી ગઈ છે.
ઉત્તર પ્રદેશના કાનપુરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકી પર ઈડીએ પોતનો શિકંજો કસ્યો છે. ધારાસભ્ય સામેનો વિવાદ સતત ગરમ થઈ રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની બે ટીમોએ ગુવારે સવારે ૬:૩૦ વાગ્યે ધારાસભ્ય ઈરફાન સોલંકીના ઘરે દરોડા પાડા હતા. પ્રથમ રેડ ટીમ ઈરફાનના ઘરે પહોંચી હતી યારે બીજી ટીમ ઈરફાનના ઘરથી થોડે દૂર રિઝવાન સોલંકીના ઘરે પહોંચી હતી. બહાર પોલીસ પણ બંદોબસ્ત ગોઠવી દીધો છે. કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર હરિશ્ચંદ્રએ કહ્યું કે આ પોલીસનો દરોડો નથી, આ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનો દરોડો છે. આ સિવાય તે આ વિષય પર કઈં કહી શકે તેમ નથી. ઈરફાન સોલંકી સામે હાલ ઘણા કેસ પેન્ડિંગ છે. તે છેલ્લા એક વર્ષથી જેલમાં છે.ઈરફાન સોલંકી ડિસેમ્બર ૨૦૨૨થી જેલમાં છે. ડિસેમ્બર ૨૦૨૨માં જ તેને કાનપુર જિલ્લા જેલમાંથી મહારાજપુર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બુધવારે કાનપુર કોર્ટમાંથી ૨૦૧૭ના આચાર સંહિતા ભગં કેસમાં ઈરફાન વિદ્ધ ચુકાદો આવવાનો હતો, પરંતુ તે પહેલા રાય સરકારે સાક્ષીને બોલાવવાના મુદ્દે હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. આ રિટ પિટિશન પર હાઈકોર્ટના નિર્ણય પહેલા આચારસંહિતા ભંગના કેસમાં સ્થાનિક કોર્ટનો નિર્ણય આવશે નહીં. ૧૪મી માર્ચે સાંસદ તરફથી આગચંપી કેસમાં ઈરફાન વિદ્ધ નિર્ણય આવે તેવી પણ શકયતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech