રવિવારે હોવાથી કૃષ્ણ ભક્તોમાં આનંદની લાગણી
વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતું છે.
હિન્દુ ધર્મના ચાર પૈકીના યાત્રાધામ દ્વારકાધામ દ્રારકા મંદિરે વસંત પંચમી ઉત્સવ અંતર્ગત શ્રીજી ઉત્સવ દર્શન રાખવામાં આવ્યા છે.રવિવારે વસંત પંચમી આવતી હોવાથી કૃષ્ણ ભક્તોમાં વિશેષ આનંદની લાગણી ફેલાઇ છે.રવિવાર રજાના લીધે ટ્રાફિક વધવાની સંભાવના દર્શાવાઇ રહી છે.
જેમાં સવારનો ક્રમ નિત્યક્રમ મુજબનો જ રહેશે, ઉત્સવ આરતી બપોરે ૦૧-૩૦,ઉત્સવ દર્શન બપોરે ૦૧-૩૦ થી ૦૨-૩૦ સુધી, બપોરે ૦૨-૩૦ થી ૦૫-૦૦ સુધી મંદિર બંધ રહેશે, સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબનો રહેશે. કૃષ્ણ ભક્તોએ જેની નોંધ લેવા વહિવટદાર દ્વારકાધિશ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech