મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્વરિત અને પારદર્શી નિર્ણાયક્તાનો આગવો અભિગમ : બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસીઓ તથા દ્વારકાના નગરજનોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે
મુખ્યમંત્રીએ તેમની સમક્ષ મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ થયેલી દરખાસ્તોના અનુસંધાને એક જ દિવસમાં એક સાથે કુલ ૫૩૭.૨૧ કરોડ રૂપિયા મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને રૂ.૧૩૧.૭૬ કરોડ ફાળવવામાં આવશે. આ રકમમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ફોર લેન રોડને કનેક્ટ કરાશે. જેમાં વરસાદી પાણીનો નિકાલ, ફૂટપાથ, સાયકલ ટ્રેક વગેરે સુવિધાના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકા નગરના રુક્ષમણી માતા મંદિર પાસેથી માઈનોર બ્રીજ અને અન્ય સુવિધાઓથી બાયપાસ રિંગરોડ બનાવવાનો પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોમાં સમાવેશ કરાશે.
આના પરીણામે દ્વારકાધીશના દર્શન માટે આવતા યાત્રિકો તેમજ શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસન પ્રેમીઓ અને નાગેશ્વર, બેટ દ્વારકા તથા ઓખા તરફ આવતા-જતા નાગરિકોને વાહનવ્યવહાર માટે વધુ સુવિધા મળશે. આ ઉપરાંત દ્વારકાધીશને ધજા ચડાવવા આવતા યાત્રિકો માટે પણ દ્વારકા નગરમાં થતી ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech