કોવિડ –૧૯ ને કારણે લગભગ સવા ચાર વર્ષ પહેલા સમગ્ર વિશ્વ લોકડાઉનમાં હતું. યારે લોકો તેમના ઘરોમાં કેદ હતા, ત્યારે પ્રકૃતિ પોતે જ 'રીસેટ' થઈ રહી હોય તેવું લાગતું હતું. હવા સ્વચ્છ થઈ ગઈ, વૃક્ષો, છોડ, જંગલી જાનવરોને સદીઓમાં પ્રથમ વખત માનવ હસ્તક્ષેપ વગર જીવનનો અનુભવ મળ્યો. યારે સમગ્ર વિશ્વ ભયંકર મહામારીના પડછાયા હેઠળ હતું, ત્યારે પૃથ્વીનો ચદ્રં ઠંડો પડી રહ્યો હતો. ભારતીય વૈજ્ઞાનિકોના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, એપ્રિલ–મે ૨૦૨૦ દરમિયાન લોકડાઉન દરમિયાન ચંદ્રના તાપમાનમાં અસામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. મંથલી નોટિસ ઓફ ધ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી: લેટર્સમાં પ્રકાશિત અભ્યાસ દર્શાવે છે કે, પૃથ્વી અને ચદ્રં એકબીજા સાથે કેટલા જોડાયેલા છે.
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ના સંશોધકોએ નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (એલઆરઓ)ના ડેટાની મદદ લીધી. તેઓએ ૨૦૧૭થી ૨૦૨૩ની વચ્ચે ચદ્રં પર છ અલગ–અલગ સ્થળોએ રાત્રિ–સમયમાં થયેલા ફેરફારો અંગેનું વિશ્લેષણ કયુ. તેઓએ જોયું કે, લોકડાઉન દરમિયાન અન્ય વર્ષેામાં સમાન સમય (એપ્રિલ–મે)ની તુલનામાં તાપમાનમાં સતત ૮–૧૦ કેલ્વિનનો ઘટાડો થયો હતો.
જો કે, તમામ કારખાનાઓ, કાર અને અન્ય પ્રદૂષિત પ્રવૃત્તિઓ બધં હોવાથી, અને માનવીઓ પણ તેમના ઘરોમાંથી બહાર નીકળી રહ્યા ન હતા, તેથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પરિણામે પૃથ્વીના વાતાવરણમાં ઓછી ગરમી ફસાઈ અને ફરીથી ઉત્સર્જિત થઈ હતી. પીઆરએલના સંશોધકોનું માનવું છે કે લોકડાઉનને કારણે પૃથ્વીનું રેડિયેશન ઓછું થયું, જેના કારણે ચદ્રં પર તાપમાન ઘટવા લાગ્યું. એક રીતે, ચદ્રં પૃથ્વીના રેડિયેશન સિેચરના એમ્પ્લીફાયરની જેમ કામ કરે છે.
સંશોધકોએ ૧૨ વર્ષના ડેટાનું વિશ્લેષણ કયુ હોવા છતાં, તેઓએ તેમના અભ્યાસમાં સાત વર્ષ (૨૦૧૭–૨૦૨૩)નો ઉપયોગ કર્યેા. એટલે કે, લોકડાઉનના ત્રણ વર્ષ પહેલા અને ત્રણ વર્ષ પછીના તાપમાનનું વિશ્લેષણ કયુ. ૨૦૨૦માં સાઈટ–૨માં સૌથી નીચું તાપમાન ૯૬.૨ કે હતું, યારે ૨૦૨૨માં સાઈટ–૧નું સૌથી નીચું તાપમાન ૧૪૩.૮ કે હતું. સામાન્ય રીતે, ૨૦૨૦માં મોટાભાગની સાઇટસ પર સૌથી ઓછું તાપમાન જોવા મળ્યું હતું. જેમ જેમ વિવિધ દેશોએ લોકડાઉન હટાવવાનું શ કયુ, તેમ ૨૦૨૧ અને ૨૦૨૨માંચદ્રં પર ગરમી વધવા લાગી.
ચંદ્રના તાપમાનમાં ઘટાડાની પાછળ સૌર ગતિવિધિઓ અથવા પ્રવાહમાં મોસમી ફેરફારો પણ કારણ હોઈ શકે છે. પરંતુ સંશોધકોના જણાવ્યા અનુસાર, અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરવામાં આવી હતી, જેનાં પરિણામો દર્શાવે છે કે, તેમાંથી કોઈની પણ અવલોકન કરેલ હસ્તાક્ષર પર કોઈ અસર થઈ નથી. આના કારણે, ભારતીય વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ ફકત કોવિડ લોકડાઉનને કારણે થયું હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech