અગાઉ પોલીસમાં કરેલી અરજીનો ખાર કારણભુત : બે શખ્સ સામે ફરીયાદ
જામનગરના સાધના કોલોની જલારામ મંદિર ચોક ખાતે મકાનના દરવાજા તોડી પાંચ હજારનું નુકશાન કરી છરી બતાવીને મારી નાખાવની ધમકી દીધાની આ વિસ્તારમાં રહેતા નામીચા શખ્સ સહિત બે સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, અગાઉ પોલીસમાં કરેલી અરજીનો ખાર કારણભુત હોવાનું જાહેર થયું છે.
જામનગરના સાધના કોલોની જલારામ મંદિર ચોક, બિલ્ડીંગ નં. એમ/૧૧, બ્લોક ૨૬૪૩ ખાતે રહેતા કલરકામ કરતા બિપીન કરશનભાઇ દાણીધારના પુત્રને અગાઉ તેના મિત્રો હર્ષ તથા અજય સાથે ઝઘડો થયો હોય જે બાબતે ફરીયાદીના પુત્ર પુનિતે તેઓ વિરુઘ્ધ પોલીસમાં અરજી કરી હતી જે બાબતનો ખાર રાખીને ગત તા. ૫-૨-૨૪ના રોજ રાત્રીના સમયે બંને આરોપીઓએ સાધના કોલોની ખાતે આવેલા ફરીયાદીના મકાનના દરવાજા તોડી નાખી આશરે ૫ હજારનું નુકશાન કર્યુ હતું.
તેમજ છરી કાઢી દરવાજા અમોએ તોડેલ છે અને પોલીસ ફરીયાદ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી એકબીજાને મદદગારી કરી નાશી ગયા હતા આ અંગે બિપીનભાઇએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં સાધના કોલોનીમાં રહેતા હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા અને વસંતવાટીકા શેરી નં. ૮માં રહેતા અજય રાજેન્દ્ર બરછા આ બંનેની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
ધ્રોલમાં કાપડના વેપારી પર ધોકાઓથી હુમલો
ધ્રોલના મેમણ ચોક પાસે કાપડની ખરીદી કેમ કરતો નથી તેમ કહીને ઉશ્કેરાયેલા વાંકાનેરના શખ્સે અપશબ્દો બોલી તેની સાથેના અજાણ્યા શખ્સોએ વેપારીને ધોકાઓ વડે માર માર્યો હતો જે અંગે કુલ છ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ધ્રોલના મેમણ ચોક વાણંદ શેરી ખાતે રહેતા પાકીઝા સિલ્ક પેલેસ નામની કાપડની દુકાન ધરાવતા અફઝલ રજાકભાઇ વિરાણી (ઉ.વ.૪૨)એ મુળ જેતપુર હાલ વાંકાનેરના શાહુ ઉર્ફે સુલતાન તથા અજાણ્યા પાંચ ઇસમો વિરુઘ્ધ આઇપીસીની જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે.
વિગત મુજબ ફરીયાદી અફઝલભાઇએ આરોપી સુલતાન પાસેથી પાંચેક વર્ષ પહેલા કાપડ ખરીદેલ હોય અને હવે ખરીદી કેમ કરતો નથી તેમ કહીને ત્યાં ધ્રોલ મેમણ ચોક દુકાન ખાતે આવ્યા હતા,
ચાની દુકાને બે અજાણ્યા શખ્સો ધોકા લઇને આવ્યા હતા અને ફરીયાદીને ધોકા વડે મુંઢ માર માર્યો હતો, થોડીવાર પછી તેમની પાછળ બીજા ત્રણ અજાણ્યા માણસો આવી ધોકા વડે વારાફરતી અફઝલભાઇને મુંઢ માર માર્યો હતો.
આરોપી શાહુએ ફરીયાદીને એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી આ બધા મારા માણસો છે અને તું મારી સાથે કેમ કાપડનો ધંધો કરતો નથી તેમ કહીને એકબીજાને મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી નાશી છુટયા હતા. ફરીયાદના આધારે ધ્રોલ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, પૂર્વ તૈયારીઓ શરૂ
April 05, 2025 12:12 PMજામનગરમાં પટેલ પાર્ક ચોકડી નજીક બેકાબુ બનેલી કાર ડિવાઈડર પર ચડી જતાં અફડાતફડી
April 05, 2025 12:09 PMહાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી
April 05, 2025 12:02 PMદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech