ફ્લોરિડાના શેનોન એટકિન્સની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ FBI પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. ૪૬ વર્ષીય એટકિન્સે સોશિયલ મીડિયા પર ઘણી ધમકીભરી પોસ્ટ્સ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું.
ધ સન યુએસના રિપોર્ટમાં જણાવાયું છે કે, શૈનન એટકિન્સની ફેસબુક પોસ્ટમાં ટ્રમ્પના શપથગ્રહણના એક દિવસ પહેલા લખ્યું હતું કે, અમેરિકાને બચાવવા માટે માત્ર એક ગોળી ચલાવવાની જરૂર છે. પોલીસે કહ્યું કે, આ પોસ્ટ એટકિન્સની ધરપકડનું મુખ્ય કારણ બની છે. શુક્રવારે રાતે તેને ફઅલોરિડાના પામ બીચ પાસે તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન તેની પાસેથી કોકેઇન ભરેલી ત્રણ બેગ મળી હતી.
એફબીઆઈ અને સિક્રેટ સર્વિસ હાઈ એલર્ટ પર
આ મામલો એફબીઆઈ અને સિક્રેટ સર્વિસ માટે ખાસ કરીને સંવેદનશીલ છે, કારણ કે ગયા વર્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પને મારવાના બે નિષ્ફળ પ્રયાસો થયા છે. આ કારણે, ટ્રમ્પની સુરક્ષાને લઈને FBI અને સિક્રેટ સર્વિસ હાઈ એલર્ટ પર છે.
એટકિન્સની ધમકીભરી પોસ્ટ્સ
શૈનન એટકિન્સે દાવો કર્યો હતો કે, તે સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટ વિશે મજાક કરી રહ્યા હતા, પરંતુ વેસ્ટ પામ બીચ પોલીસ વડા ટોની અરાઉજોએ કહ્યું, આ મજાક નથી. આજના વાતાવરણમાં આવી વાતો કહેવી ખતરનાક બની શકે છે. પોલીસે તેમની ઘણી અન્ય સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ રજૂ કરી, જેમાં એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે. વર્ષોથી અહીં કોઈ હત્યા થઈ નથી.
આરોપી સામે સંભવિત આરોપો
શૈનન એટકિન્સ પર ડ્રગ્સ રાખવાનો આરોપ છે. આ ઉપરાંત, તેના પર મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ આરોપને સેકન્ડ-ડિગ્રી ગુનો ગણવામાં આવે છે. હવે સિક્રેટ સર્વિસ નક્કી કરશે કે એટકિન્સ સામે ફેડરલ આરોપો દાખલ કરવામાં આવશે કે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા
આ ઘટના સ્પષ્ટ કરે છે કે, સોશિયલ મીડિયા પર હિંસક અથવા ધમકીભરી પોસ્ટ્સને હળવાશથી ન લઈ શકાય. એફબીઆઈ અને સિક્રેટ સર્વિસ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા અંગે સતત સતર્ક છે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટકિન્સ સામે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અને તેના પર ફેડરલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે કે કેમ તે જોવાનું બાકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech