શું તમે પણ ફ્રીમાં ઘિબલી સ્ટાઇલ ઇમેજ બનાવવા માંગો છો તો આ રહી સરળ રીત, આ 6 સ્ટેપ તમને શીખવાડી દેશે

  • April 02, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ટરનેટ પર ઘિબલી સ્ટાઇલની છબીઓ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો પોતાના, પોતાના પાલતુ પ્રાણીઓ અને તેમની આસપાસના સ્થળોના ફોટાને ઘિબલી ઇમેજમાં રૂપાંતરિત કરી રહ્યા છે. લોકો ઇલોન મસ્કના ગ્રોક અને ઓપનએઆઈના ચેટજીપીટીનો ઉપયોગ કરીને ઘિબલી ઇમેજ બનાવી રહ્યા હતા. પરંતુ, જો તમે ઇચ્છો, તો તમે ગૂગલ જેમિનીનો ઉપયોગ કરીને મફતમાં ઘિબલી ઇમેજ બનાવી શકો છો. ચાલો તમને પદ્ધતિ જણાવીએ.

આ 6 સ્ટેપમાં બનાવો ઘિબલી સ્ટાઇલ ઇમેજ

1. ગુગલ જેમિની ખોલો 

સૌપ્રથમ ગુગલ જેમિની (gemini.google.com) પર જાઓ અથવા iOS અથવા Android પર એપ ડાઉનલોડ કરો. આ મોડેલ અદભુત ઘિબલી ઇમેજ બનાવવા માટે Imagen 3 AIનો ઉપયોગ કરે છે.


2. તમારી ઇમેજ પસંદ કરો 

અપલોડ વિકલ્પ પર ક્લિક કરો અને તમે જે ઇમેજને ઘિબલી સ્ટાઇલમાં રૂપાંતરિત કરવા માંગો છો તે પસંદ કરો.


૩. ક્વોલિટી 

તમારે ક્વોલિટીવાળો ફોટો પસંદ કરવો જોઈએ. લોકો, પાલતુ પ્રાણીઓ અથવા પ્રકૃતિના દૃશ્યોના ફોટા શ્રેષ્ઠ કામ કરે છે. સારી ગુણવત્તાવાળા ફોટા સારા પરિણામો આપશે.


4. ડિસ્ક્રિપ્શન લખો 

પછી ટેક્સ્ટ બોક્સમાં ડિસ્ક્રિપ્શન લખો જેમ કે Convert this photo to Studio Ghibli style.


૫. નવો ફોટો 

જો તમે નવો ફોટો બનાવવા માંગતા હો, તો ટેક્સ્ટ બોક્સમાં ફોટોનું વર્ણન લખો. તમે કયા પ્રકારનો ફોટો બનાવવા માંગો છો તેની વિગતો આપો.


6. સબમિટ કરો  

ડિસ્ક્રપ્શન લખ્યા પછી, તેને સબમિટ કરો. જેમિની 2.5 પ્રો થોડી જ ક્ષણોમાં તેને પ્રોસેસ કરશે અને તમારા માટે એક ઘિબલી ઇમેજ જનરેટ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application