ભારતમાં અત્યંત ગરમી પડી રહી છે. આ દિવસોમાં ગરમીના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકો વારંવાર ચક્કર અને નબળાઇની ફરિયાદ કરતા જોવા મળતા હોય છે. આ ભારે ગરમીના કારણે લોકો ડીહાઈડ્રેશનનો ભોગ બની રહ્યા છે. આટલી કાળઝાળ ગરમીમાં પણ લોકો શરદી-ખાંસીનો ભોગ બની રહ્યા છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આ ગરમીમાં પણ શરદી કેમ થાય છે?
ઉનાળામાં ખોરાક ખાવામાં ઘણીવાર બેદરકારી દાખવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે લોકો ઘણીવાર ચેપનો શિકાર બને છે. આ ઋતુમાં એંટીઓક્સીડેન્ટ અને વિટામીન સીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ડોક્ટરોના મતે શરદી અને ઉધરસ દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. જો સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો એલર્જી થઈ શકે છે.
આજકાલ લોકો ગરમીને કારણે સતત ઓફિસમાં બેસી રહે છે. જો કોઈ વ્યક્તિ સતત એસીમાં રહે છે અને પછી તડકામાં બહાર જાય છે, તો શરીરનું તાપમાન અચાનક ઉપર-નીચે થાય છે.આવી તીતે શરીરના તાપમાનમાં અચાનક ફેરફારને કારણે શરદી થઇ શકે છે. ઉનાળામાં શરદી અને ઉધરસને કારણે ઈન્ફેક્શનનો ખતરો રહે છે. આ વાયરસ હવામાં ફેલાવા લાગે છે.
શરદી અને ઉધરસને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેના કારણે વ્યક્તિને વારંવાર ઉધરસ, ગળામાં દુખાવો અને માથાના દુખાવાની ફરિયાદ થવા લાગે છે.
ઉનાળામાં શરદી અને ઉધરસથી બચવાના ઉપાયો
ઉનાળામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. સાબુથી હાથ સાફ રાખશો તો શરદી અને ખાંસી નિયંત્રણમાં રહેશે.
ભીડભાડવાળી જગ્યાએ બહાર જતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખો. કારણ કે જો આવા વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે તો તે શરીર માટે પણ નુકસાનકારક છે.
કાળઝાળ ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવું સૌથી જરૂરી છે. એવો ખોરાક અને ફળ ખાવાનું રાખો જેમાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. વધુ પાણી પીવાનું રાખો અને તેમાં લીંબુ ભેળવીને પીવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech