ગુજરાતમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આવતીકાલ 27 ઓગસ્ટ સવાર સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે માત્ર ચાર જિલ્લામાં જ ઓરેન્જ એલર્ટ છે. જ્યારે અન્ય તમામ જિલ્લામાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, ગુજરાત રિજનના અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં આવતીકાલ સવાર સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં આવતીકાલે સવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રવિવારે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. 24 કલાકમાં ગુજરાતના 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 75 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 113 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 187 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 14.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના આહવામાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 10.5 ઇંચ, વઘઈમાં 10 ઇંચ, ધરમપુરમાં 9.5 ઇંચ, ડેડીયાપાડામાં 9.4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
મેધ રાજાની તોફાની બેટિંગથી નર્મદા ડેમના 23 ગેટ સિઝનમાં પ્રથમ વાર ખોલવામાંઆવતાં ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની સારી આવક વધી છે, ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 135.30 મીટરે પહોંચી છે. નર્મદા નદી બે કાંઠે થતાં ત્રણ જિલ્લાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે તમામ કાંઠા વિસ્તારોમાં NDRF-SDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech