શરીરમાં દેખાતા આ લક્ષણોને અવગણશો નહીં, જે નોતરી શકે છે ગંભીર બીમારી

  • August 01, 2024 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે શરીરમાં કોષો અનિયંત્રિત ગાંઠો બનાવે છે, તેને કેન્સર કહેવાય છે. જ્યારે તે ફેફસાના કોષોમાંથી શરૂ થાય છે. ત્યારે તેને ફેફસાનું કેન્સર કહેવામાં આવે છે. ફેફસાના કેન્સરનું સૌથી મોટું કારણ વધુ પડતી સિગારેટ પીવી છે. જો કે આજકાલ એવા લોકો પણ ફેફસાના કેન્સરનો શિકાર બની રહ્યા છે, જેમણે ક્યારેય સિગારેટને હાથ પણ નથી લગાવ્યો. ફેફસાંનું કેન્સર ધીમે ધીમે વધે છે, તેથી તેને સાયલન્ટ કિલરની શ્રેણીમાં પણ રાખવામાં આવ્યું છે. સારવારમાં વિલંબ અને બેદરકારીના કારણે આ કેન્સર જીવલેણ પણ બની શકે છે.



ફેફસાના કેન્સરના લક્ષણો :

ફેફસાના કેન્સરના શરૂઆતના લક્ષણો એવા હોય છે કે લોકો સામાન્ય રીતે તેમને નાના ગણીને અવગણના કરે છે અને અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. ફેફસાના કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ ઉધરસ છે. જો તમામ પ્રકારના ઉપાયો કર્યા પછી પણ ઉધરસ મટતી નથી તે ગંભીર બની રહી છે, તો કોઈપણ વિલંબ કર્યા વિના તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


આ લક્ષણોને બિલકુલ અવગણશો નહીં :

  • ખાંસી, જે લાંબા સમયથી ચાલી રહી છે, દવાઓ લેવા છતાં તમે સાજા થતા નથી.
  • ખાંસી વખતે રક્તસ્ત્રાવ
  • હળવી પ્રવૃત્તિ સાથે પણ શ્વાસ લેવામાં તકલીફ
  • છાતીનો દુખાવો
  • સુકુ ગળું
  • હાડકામાં પીડાની લાગણી
  • સતત માથાનો દુખાવો





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application