જિ પંચાયતની ટાણા બેઠકના કોંગ્રેસના સદસ્યના પોલીસ પુત્રએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

  • May 31, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના એક સદસ્યના પોલીસ કર્મચારી પુત્રએ સગીરા સાથે  અડપલા કરી, દુષ્કર્મ આચરતા અમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ભાવનગર જિલ્લા પંચાયતના ટાણા બેઠકના કોંગ્રેસના સભ્ય અને સિહોરના દેવગાણા ગામના પથુભાઇ ચૌહાણના પુત્ર રવિરાજ ચૌહાણ જે બાબરા પોલીસ મથકમાં છેલ્લા દસેક માસથી ફરજ બજાવતો  રવિરાજ ચૌહાણ ચારેક માસથી એક સગીરાને અડપલા કરી, શારિરીક તેમજ માનસિકત્રાસ આપતો હતો. 
દરમ્યાન  પોલીસ કર્મીએ સગીરાનું અપહરણ કરી લઇ ગયા બાદ દુષ્કર્મ આચરી, સગીરાને તેમજ તેમની 
માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે મામલે સગીરાએ હિંમત કરીને આ પોલીસ કર્મી રવિરાજ ચૌહાણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સિહોરના દેવગાણા ગામના પોલીસ કર્મી રવિરાજ ચૌહાણ કલંકીત કરતી ઘટનાનો ભાગ બનતા તેના વિરૂદ્ધ ચો તરફ ફિટકારની લાગણી પ્રસરી જવા પામી છે. સગીરાને લગ્નની લાલચે બદનામ કરવાના ઈરાદે દુષ્કર્મ આચર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application