આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , ગાંધીનગર દ્વારા રાજયના વિવિધ મી . એચ . સી . કેન્દ્રોને અપગ્રેડ કરી ૧૦૦ બેડની હોસ્પિટલની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે , જે પૈકી જામનગર જિલ્લાના જામજોધપુરમાં પણ ૧૦૦ બેડની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે .
આ હોસ્પિટલ અપગ્રેડ થતાં જામજોપુર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારને ઘણો જ લાભ મળશે . રાજય સરકારના આ જનહિત - આરોગ્યલક્ષી નિર્ણય બદલ માન . મુખ્યમંત્રી , ભૂપેન્દ્રભાઈ પટેલ , આરોગ્ય મંત્રીહ ઋષિકેશભાઈ પટેલ , પ્રભારી મંત્રી છે મૂળુભાઈ બેરા , કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલનો જિલ્લા ભાજપ સંગઠને આભાર માની આ નિર્ણયને હષૅથી સ્વીકાર્યો છે .
જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા , સાંસદ પૂનમબેન માડમ , જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી , પ્રવિણસિંહ જાડેજા , અભિષેક પટવા , જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર , ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા , પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા , બ્રિજરાજસિંહ જાડેજા , ચીરાગભાઈ કાલરીયા , વલ્લભભાઈ પારવીયા , જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી , ડો . પી . બી . વસોયા , ચંદ્રેશભાઈ પટેલ , પ્રદેશ કારોબારી સભ્યો દિલીપસિંહ ચુડાસમા , ડો . વિનોદ ભડેરી સહિતના અગ્રણીઓએ સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે કે - દેશના ૧૩૦ કરોડ લોકોના આરોગ્ય અંગે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજય સરકાર હંમેશા સજાગતા રાખી નિર્ણયો લીધેલ છે ત્યારે આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્યકક્ષાએ આપી , રાજય સરકારે લીધેલ જનહિતના નિર્ણયને આવકારીએ છીએ .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech