જોડીયામાં હુમલો કર્યાની ફરિયાદ
જામનગર જિલ્લાના જોડીયામાં એક મકાન માલિકે પોતાના મકાનમાં ઇલેક્ટ્રીક નું કામ રખાવ્યું હતું, જે કોન્ટ્રાક્ટર યુવાને પૈસાની લેતી લેતી ના મામલે મકાન માલિક સાથે તકરાર કરી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ સીદીભાઈ સમેજા નામના વેપારી કે જેઓનું જોડિયામાં મકાન આવેલું છે, જે મકાનમાં ઇલેક્ટ્રીક નું કામ કરવાનું હોવાથી તે કામનો કોન્ટ્રાક્ટ જોડિયામાં રહેતા અબુબકર મોહમ્મદ હનીફભાઈ ગંઢારને આપ્યો હતો, અને તે કામ મુજબના પૈસા ઉપરાંત વધારાના પૈસા પણ આપ્યા હતા.
તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા વધુ પૈસા ની માંગણી કરવામાં આવતાં વધુ પૈસા આપવાની ના પાડી હતી. જેથી કોન્ટ્રાક્ટર અબુબકર ઉસકેરાઈ ગયો હતો, અને મકાન માલિક ઇમરાનભાઈ સમેજા ઉપર હુમલો કરી દીધો હતો.
જેથી સમગ્ર બનાવને જોડિયા પોલીસમથકમાં લઈ જવાયો છે, અને જોડિયા પોલીસે ઇમરાન ભાઈ સમેજાની ફરિયાદના આધારે હુમલાખોર આરોપી અબુભાઈ અબુબકર ગંઢાર સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech