સારા તેંડુલકર અને શુભમન ગિલની ડેટિંગની અફવાઓ વચ્ચે એક તસવીર સામે આવી છે જેણે ફેન્સને એક મોટો સંકેત આપ્યો છે. આ તસવીર જોયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ચાહકોનું કહેવું છે કે હવે તેમની મૂંઝવણ ઘણી હદ સુધી દૂર થઈ રહી છે.
સારા તેંડુલકર અને શુભમન ગિલ બંને સતત સમાચારમાં રહે છે. બંનેને લગતા સમાચાર સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. હાલમાં જ બંને રિલેશનશિપમાં હોવાના સમાચાર આવ્યા હતા. આજ સુધી બંનેએ આ મામલે પોતાનું મૌન જાળવી રાખ્યું છે . આ ચર્ચાને વર્લ્ડ કપ 2023 દરમિયાન પણ ઘણી હવા મળી હતી. હવે ફરી એકવાર તેમના સંબંધોની ચર્ચાઓ સામે આવી રહી છે અને આ વખતે લોકોને સારા તેંડુલકરના એક ફોટો પરથી સંકેત મળ્યો છે.
તાજેતરમાં સારા તેંડુલકર તેના પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા જામનગર પહોંચી હતી. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમના છેલ્લા દિવસે એક ફેર થીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે સારા તેંડુલકરે લાલ લહેંગો પહેર્યો હતો જેની તસવીરો ક્લિક કરીને સારાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ ફોટામાં તેની સાથે એક પાલતુ કૂતરો જોવા મળ્યો હતો, જેને જોઈને લોકોની શંકા વધી ગઈ હતી. લોકો કહે છે કે આ શુભમન ગિલનો કૂતરો છે.
થોડા સમય પહેલા શુભમન ગીલે પણ એક તસવીર પોસ્ટ કરી હતી. 15 જુલાઈ, 2022ના રોજ પોસ્ટ કરવામાં આવેલ ફોટામાં શુભમન પાસે એક ડોગી બેઠેલુ જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે લોકો કહી રહ્યા છે કે સારા તેંડુલકર અને શુભમન ગિલની તસવીરમાં દેખાતો કૂતરો એક જ છે. હવે, વાસ્તવમાં, આ બંને સાથે જોવામાં આવેલો પાલતુ એક જ છે કે પછી બંને પાસે આ જાતિનો કૂતરો છે કે કેમ તે બંને સારી રીતે કહી શકે છે, પરંતુ સોશિયલ મીડિયા પર, નેટીઝન્સ સતત દાવો કરી રહ્યા છે કે સારા પાસે એજ ડોગી છે જે શુભમન પાસે છે
સારા અને શુભમન સાથે જોવા મળ્યા હતા
શુભમન ગિલ અને સારા તેંડુલકર એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ બંને અંબાણી પરિવારના લોન્ચ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. બંનેને એકસાથે જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા કે તેમના સંબંધોની પુષ્ટિ થઈ ગઈ છે. હવે શુભમન અને સારાથી વધુ સારી રીતે કોઈ કહી શકે નહીં કે તેમના સંબંધો કેટલા સાચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech